સંતાનોનું ભણતર ભારણ રૂપ:નવા શૈક્ષણિક સત્ર પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીના સમયમાં માધ્યમ વર્ગની હાલત કફોડી

નવું શૈક્ષણિક સત્ર શરુ થતાં પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. ત્યારે મોંઘવારીના સમયમાં માધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે.

વધેલા ભાવના કારણે વાલીઓના લલાટે ચિંતાની લકીર

ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. જો કે પાઠ્યપુસ્તકો અને નોટબુકનાં વધેલા ભાવના કારણે વાલીઓના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક અને પાઠ્યપુસ્તકોનાં ભાવમાં 20થી 25 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.

સ્ટેશનરીની ચીજવસ્તુઓની તો પ્રત્યેક વિધાર્થીને જરૂર પડે

આ વર્ષે ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ પર પડી છે. અને તેના પરિણામને દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઇ છે. જેમાં સ્ટેશનરીનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત કાગળના ભાવમાં પણ ભાવ વધારાના કારણે ચોપડીઓ અને નોટબુકો મોંઘી થઇ છે. કેટલીક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થઇ ચુક્યું છે તો કેટલીક શાળાઓમાં હવે ચાલુ થશે. ત્યારે ઓનલાઇન હોઈ કે ઓફલાઈન પરંતુ કેટલીક બેઝીક સ્ટેશનરીની ચીજવસ્તુઓની તો પ્રત્યેક વિધાર્થીને જરૂર પડતી જ હોઈ છે.

રાજ્યભરમાં સ્ટેશનરી પ્રોડક્ટમાં ૩૦% સુધીનો વધારો

બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તકોનો પુરતો જથ્થો પણ ન આપવામાં આવતો હોવાના આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. સ્ટેશનરી એસો.ના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ શાહે જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં સ્ટેશનરી પ્રોડક્ટમાં ૩૦% સુધીનો વધારો થયો છે. ગાઈડ, નોટબુક, ફૂલ સ્કેપ સહિત વિવિધ સ્ટેશનરીમાં વધારો નોંધાતા વાલીઓ માટે સંતાનોનું ભણતર ભારણ રૂપ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...