પ્રાથમિક શાળાઓ શરૂ:20 મહિના બાદ પ્રાથમિક શાળાના ઓફલાઈન વર્ગો શરૂ, પ્રથમ દિવસે 50% છાત્રો હાજર

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ દિવસે શાળામાં બાળકોનું ઉસ્માભેર સ્વાગત કરાયું. - Divya Bhaskar
પ્રથમ દિવસે શાળામાં બાળકોનું ઉસ્માભેર સ્વાગત કરાયું.
  • ભરૂચ જિલ્લામાં 310 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરાતા બાળકોમાં ઉત્સાહ

કોરોના વાયરસની મહામારીના કારણે શરૂઆતના સમયમાં તમામ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી અને અગાઉ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં અને વેક્સિનેશનનું પ્રમાણ વધતા સરકાર દ્વારા નવા નિયમો મુજબ આંશિક છૂટછાટ આપીને અભ્યાસક્રમ પૂર્વવત રીતે શરૂ કરાઈ રહ્યો છે.જેમાં પ્રથમ ચરણમાં હાઈસ્કૂલ અને કોલેજ બાદ ધોરણ 6 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ ઓફલાઈન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી.

આ પછી આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના અભ્યાસ બાદ ધોરણ 1 થી 5ના વર્ગો પણ ઓફલાઈન રાબેતા મુજબ શરૂ કરવાની મંજૂરી રવિવારે મળતા સોમવારથી સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ ધોરણ 1 થી 5 ની તમામ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં આવેલી કુલ 310 શાળાઓ આજથી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.જિલ્લાની અંદાજિત 310 શાળાઓમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જયારે મોટા ભાગની ખાનગી શાળોએ વાલીઓને સંમતિ પત્રક મોકલી તે આવ્યા બાદ શાળો શરૂ કરવાનું જાણવા મળ્યું છે.

જોકે આ માટે વાલીઓની લેખિત મંજૂરી ઉપરાંત સરકારની કોરોના સંદર્ભેની ગાઈડલાઈન મુજબ કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાં લઈ, શાળાઓમાં સેનિટાઈઝેશન,ટેમ્પરેચર ચેકિંગ તેમજ સફાઇ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે.જોકે પોણા બે વર્ષ બાદ શાળાએ આવેલા વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

વાલીઓ પાસેથી સંમતિ લેવાનું શરૂ
રાજ્યમાં કોરોનાનો કહેર ઘટી જતાં સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરી હતી. જેમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાના બાકી હતા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં રાજ્ય સરકારે શાળાના તમામ વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેતાં હવે બાળકો શાળાએ આવતા થયા છે. જોકે, હજી શાળાઓમાં બાળકોને લાવવા માટે વાલીઓની સમંતિ લેવાઈ રહી છે. બે દિવસમાં શાળાઓ સંપૂર્ણ શરૂ થશે.

પોણા બે વર્ષ બાદ શાળામાં આવેેલા બાળકોને શિક્ષકોએ આવકાર્યા
આશરે પોણા બે વર્ષથી બંધ રહેલી આ પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થતાં ખાસ કરીને બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.જયારે અમુક બાળકોને પોણા બે વર્ષથી શાળાએ આવવું પસંદ પણ ન આવ્યું હતું. ત્યારે અમારી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને, ટેમ્પરેચર ચેક કરી, હાથોને સૅનેટાઈઝર કરાવી, તિલક કરી ગુલાબના ફૂલ આપીને આવકાર્યા હતા. - ગીતા બેનર્જી, પ્રિન્સિપલ, નિધિ વિદ્યાભવન, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...