સુવિધા:ભરૂચ જિલ્લામાં 20 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત કરાયા

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથમાં આરોગ્યલક્ષી વિવિધ સુવિધા પુરી પડાશે
  • ​​​​​​કોરોના પોઝિટિવ દર્દીઓની હોમ વિઝિટ કરશે

કોરોના મહામારી સંદર્ભે કેસોમાં ઉત્તરોત્તર વધારો માલુમ પડતાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લોકોમાં સંક્ર્મણના ઘટાડા માટે તથા ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લામાં 20 જેટલાં ઘન્વંતરી આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવે છે.

જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 2, અંકલેશ્વર તાલુકામાં 3, ભરૂચ તાલુકામાં 4, હાંસોટ તાલુકામાં 2, જંબુસર તાલુકામાં 2, ઝઘડીયા તાલુકામાં 1, નેત્રંગ તાલુકામાં 2, વાગરા તાલુકામાં 2 અને વાલીયા તાલુકામાં 2 મળી કુલ-20 જેટલાં ઘન્વંતરી આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવેલા છે.

ઘન્વંતરી આરોગ્ય રથ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઘરાઆંગણે પોતાના તાબા હેઠળના તમામ વિસ્તારમાં ફરી પાયાની આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવામાં આવનાર છે. ઘન્વંતરી આરોગ્ય રથમાં 1 મેડિકલ ઓફિસર તથા મેડિકલ સ્ટાફ જરૂરી દવાઓ સાથે ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...