તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન- સ્પેશ્યલ:ભરૂચની 2 શિક્ષિકા ડિજિટલ ઉપકરણો વિનાના વિદ્યાર્થીઓને વિવિધ ત્રણ સ્થળે જઈ આપે છે પ્રત્યેક્ષ શિક્ષણ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક દિન નિમિત્તે ભરૂચની સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમક-39ની બે શિક્ષિકાની ગુરુ તરીકેની ફરજ
  • બંને શિક્ષિકાના શિક્ષણથી વિદ્યાર્થીઓને પણ ખુશ

કોરોના મહામારી વચ્ચે શહેરી શિક્ષણ અંતર્ગત ભરૂચમાં સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમક-39ની બે શિક્ષિકા ગુરુ તરીકેની તેઓની ફરજના ભાગરૂપે ડિજિટલ ઉપકરણો વિનાના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે પ્રત્યેક્ષ શિક્ષણનું ભાથું પીરસી રહી છે.

શિક્ષણથી વંચિત રહેતા બાળકોને તેઓના વિસ્તારમાં જઈ આપે છે પ્રત્યેક્ષ શિક્ષણ

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ દેવ નમઃ હિન્દુ ધર્મમાં ગુરુને શ્રેષ્ઠ ગણવામાં આવ્યાં છે. મહાન કેળવણીકાર અને ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચની સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમક-39માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જયોતિબેન ચુડાસમા અને હિનાબેન રાણા કોરોના કાળથી શહેરી શિક્ષણ અંતર્ગત ડિજિટલ ઉપકરણો વિનાના શિક્ષણથી વંચિત રહેતા બાળકોને શિક્ષણ આપવા માટે તેઓના વિસ્તારમાં પ્રત્યેક્ષ શિક્ષણનું ભાથું પીરસી રહી છે.

અઠવાડિયામાં બે-બે દિવસ પ્રત્યક્ષ શિક્ષણ આપી રહી છે

આ બંને શિક્ષિકાઓ તેઓની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને હાલ કોરોના મહામારી વચ્ચે વર્ચુયલ કલાસથી અળગા રહી જતાં ભરુચ શહેરના ત્રણ વિસ્તારોના કુલ 105થી વધુ વિદ્યાર્થીઓને તેઓના વિસ્તારમાં નક્કી કરેલા સ્થળે અઠવાડિયામાં બે-બે દિવસ પ્રત્યક્ષ શિક્ષણ આપી રહી છે. શહેરના ભીડ ભંજન મંદિર, સાબૂઘર પાંજરાપોળ સ્થિત ગૌ શાળા ખાતે અને નીલકંઠ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. બંને શિક્ષિકાઓના શિક્ષણથી તમામ વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને તેઓ પણ હોસેહોસે શિક્ષણ મેળવવા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...