દરોડો:આઇપીએલ પર જુગાર રમાડતાં 2 શખ્સ ઝડપાયા: સૂત્રધાર વોન્ટેડ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમોદ પોલીસે ગુનો નોંધી કુલ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

આમોદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, આછોદ ગામે ભીખા ખડકીમાં રહેતો હારૂનરશીદ અબ્દુલ્લાહ માસ્તર ગામની પાણીની ટાંકી પાસે બેસી આઇપીએલની મેચ પર રનફેર, સેશન, વિકેટ તેમજ ટીમની હારજીત સહિતના સોદા પર જુગાર રમાડે છે. જેેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં હારૂનરશીદ માસ્તર ઝડપાઇ ગયો હતો.

ટીમે તેની પાસેથી સાદા કાગળની ચિઠ્ઠીઓ જપ્ત કરી હતી. જેમાં લેવાના તેમજ 76500 ટોટલ લખેલું લખાણ મળ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 13 હજર તેમજ એક મોબાઇલ સહિત 23 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ કરતાં તે કાવી ગામે રહેતાં ઇમરાન ઉર્ફે ઇમુ અબ્દુલ રસુલ ચાંદના મોબાઇલ પર તે ચિઠ્ઠીઓના ફોટા મોકલાવતો હોવાનું તેમજ તેના માટે કામ કરતો હોવાની કબુલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે બન્ને વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...