તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કારમાં લિફ્ટ આપી યુવાનને લૂંટનાર ટોળકીના 2 ઝડપાયાં

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ટોલ પ્લાઝાના CCTV કેમેરાની મદદથી કાર્યવાહી કરી

ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામ પાસે આવેલી રાજેશ્વરી પેપર મિલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હસમુખ વિરજીભાઈ સિરોયા ગોવાલી બસ સ્ટેન્ડ ઉપર ગત ચાર જૂને રાતે વતન જવા વાહનની રાહ જોઇને ઉભા હતા. તે સમયે આવેલી ઇકો કારમાં તેમને પેસેન્જર તરીકે બેસાડી હાઇવે ઉપર ટોલ ટેક્સ પસાર થયા બાદ મારમારી ચપ્પુ બતાવી છ આરોપીઓએ મોબાઈલ રોકડા સહિત રુપિયા 19 હજારની લૂંટ ચલાવી રસ્તા ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા. જેમાથી બે લૂંટારું ઝડપાયા છે.

લૂંટ અંગે સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી તથા ટોલ પ્લાઝાના CCTVમાં તપાસ કરતા શંકાસ્પદ ઈકો ગાડી નજરે પડતા રજિસ્ટ્રેશન અને પોકેટ કોપની મદદથી ઇકો માલિક અને અને તેના સાથીઓની માહિતી મેળવી હતી. ઝાડેશ્વર ચોકડી ઉપર વાહન ચેકીંગમાં ઇકો કારમાં લૂંટ ચલાવતા બે આરોપી સુફીયાન ઐયુબભાઈ વરાછીયા અને અવધેશ સુર્યમણી દુબેને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

લૂંટના અન્ય ફરાર ચાર આરોપી મહેશ સુર્યમણી દુબે મનોજ રાઠોડ, વસીમ ઈસ્માનગની મલેક અને રાહુલ તમામને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. આરોપીઓ ઈકો ગાડી લઈને નિકળતા અને એકલ-દોકલ ઉભેલા પેસેન્જરને ગાડીમાં વચ્ચે બેસાડીને તેને ચપ્પુ બતાવી માર મારી લુંટ ચલાવી હાઈવે ઉપર નિર્જન સ્થળે ઉતારી દેતા હતા. પકડાયેલા બે આરોપી પાસેથી રોકડા 4000, મોબાઈલ, ચપ્પુ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...