કોરોના અપડેટ:ભરૂચ શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયાં, વિકટ સ્થિતિને પહોંચી વળવા સિવિલ સજ્જ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપ્લબ્ધ

સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓ નહિવત રહ્યા હતા અને કોરોના ની ચોથી લહેર પ્રવેશી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાઈ ચૂક્યો છે જેના પગલે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના વધુ બે પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. ત્યારે કોરોના વધુ વિકટ સ્થિતી ઉદ્ભવે તો દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સ્પેશિયલ કોવિડ વોર્ડમાં બેડ સહિત વેન્ટિલેટર તથા ઓક્સિજનની સુવિધા ઉભી કરી દેવાઇ છે.

જિલ્લામાં કોરોના નહીવત થતાં સિવિલ હોસ્પિટલનો વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ કોરોનાની ચોથી લહેરમાં એક કોરોના પોઝિટિવ દર્દી ભરૂચ જિલ્લામાં નોંધાઈ ચૂક્યો છે જેના કારણે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિંડ દર્દીઓને પહોંચી વળવા માટે અને દર્દીઓને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તેવા પ્રયાસો ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 80 જેટલા વેન્ટિલેટર તથા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે અદ્યતન સુવિધાવાળા ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે તદુપરાંત 300થી વધુ બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેના કારણે જિલ્લામાં કોઈપણ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર વિના ભટકવુ ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે.

ભરૂચ-અંક્લેશ્વરમાં 1-1 કેસ નોંધાયાં
અગાઉ કોરોનાનો જે કેસ આવ્યો હતો તેમનું ઓપરેશન કરવાનું હોઇ ચેકઅપ કરાવતાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને હોમ આઇસોલેટ કર્યાં હતાં. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આજે નોંધાયેલાં બે કેસ પૈકી એક અંક્લેશ્વર સીટીમાં અને બીજો કેસ ભરૂચ સિટીમાં નોંધાયો છે. જોકે, તેમની પુછપરછમાં પણ બહારગામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી આવી નથી. > ડો. નિલેશ પટેલ, ઇએમઓ. જિલ્લા આરોગ્ય વિભાગ.

તબક્કાવાર બેડની કેપેસિટી વધારાશે
જિલ્લામાં ચોથી લહેરના આસાર વચ્ચે અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયાં છે. ત્યારે સિવિલમાં તમામ સુવિધાથી સજ્જ 300 બેડની કેપેસિટીનું આયોજન કરી દેવાયું છે. હાલમાં પ્રાથમિક તબક્કે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો છે. કેસોની સંખ્યા જેમ જેમ વધશે તેમ તેમ અન્ય વોર્ડને કોરોના વોર્ડમાં તબદીલ કરી લેવાશે.સિવિલમાં 100 વેન્ટીલેરટ - બાયપેપ તેમજ તમામ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપ્લબ્ધ છે. > ડો. અભિનવ શર્મા, નોડલ ઓફિસર.

અન્ય સમાચારો પણ છે...