ધર્માંતરણ કેસમાં વધુ બે ઝડપાયા:આમોદના 50 આદિવાસી પરિવારોના ધર્માંતરણમાં વધુ 2 આરોપી ઝબ્બે, 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ SOGએ આમોદના સરફરાજ પટેલ અને નડિયાદના રમીઝરાજા ખાનજીની ધરપકડ કરી
  • બંન્ને આરોપીઓએ આર્થિક મદદ, નોકરીનું પ્રલોભન પણ આપી ઇસ્લામિક શિક્ષણ અપાવી ધર્માણતરણ કરાવતા​​​​​​
  • ધર્માંતરણમાં ધરપકડનો આંક 16 ઉપર પહોંચ્યો, રેડ કોર્નર નોટિસ જારી, ફેફડવાલાને વતન લાવવા કોશિષ જારી

ભરૂચના આમોદ તાલુકાના 150 આદિવાસી પરિવારોના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOGએ વધુ 2 આરોપીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

લંડન રહેતા અબ્દુલ્લા ફેફડવાલા સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ
આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે કુલ 21 આરોપીઓ સામે લોભ,પ્રલોભન અને વિદેશ સહિતથી અવૈદ્ય ફન્ડિંગ દ્વારા આચરાયેલા આ પ્રકરણમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં મૂળ નબીપુર અને હાલ લંડન રહેતા અબ્દુલ્લા ફેફડવાલા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ છે.

વધુ બેની ધરપકડ સાથે આંક 16 ઉપર પહોંચ્યો
ફન્ડિંગ એકત્ર કરી આપનાર ફેફડવાલાને ધર્માંતરણ માટે ભરૂચ બોલાવી આમોદના કાંકરિયા ગામે બેઠક યોજવનાર એક આરોપી સરફરાજ સહિત વધુ બેને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હીરાસતમાં લીધા છે. આમોદના સુથાર ફળિયામાં રહેતો સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી ઉર્ફે જાવીદ મુફતી સલીમ હશન યુસુફ ઈબ્રાહીમ પટેલે લંડનથી ફેફડવાલાને બોલાવી ધર્માંતરણ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે નડિયાદના ઈદાયત નગરમાં રહેતા રમીઝરાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી દ્વારા પણ પ્રલોભન આપવામાં ભાગ ભજવાયો હતો.

ધાર્મિક શિક્ષણ આપી ધર્માંત્તરણ કરાવતા હતા
બંન્ને આરોપીઓ દ્વારા મુસ્લીમ ધર્મ પરિવર્તન કરેલા લોકો માટે હાથ લારીઓ તથા અનાજ , કપડા , દવા તથા કાંકરીયા ગામના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ અપાઈ હતી. એટલું જ નહીં નોકરીનું પ્રલોભન, હેરાનગતિમાંથી છુટકારો અપાવી તેમજ ધાર્મિક શિક્ષણ આપી ધર્માંત્તરણ કરાવતા હતા.

જંબુસર એ.એસ પી. વીશાખા ડોબરાલે આજે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી આ બન્ને આરોપીઓની વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનારા હોવાનું જણાવ્યું હતું. જેમાં અન્ય આરોપીના નામો પણ ખુલી શકે છે. આ સાથે ધર્માંતરણના ગુનામાં ધરપકડનો આંક 16 ઉપર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...