ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર:વાલિયા અને હાંસોટમાં 2 ઇંચ ખાબક્યો, અન્ય 5 તાલુકામાં પોણો ઇંચ વરસાદ

ભરૂચ17 દિવસ પહેલા
  • રવિવાર રાતથી સોમવાર સવાર સુધી તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદે પેટર્ન બદલી હોય તેમ રોજ રાતે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. રવિવાર રાત્રીથી સોમવાર સવાર સુધી તમામ 9 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી.

વાલિયા અને હાંસોટમાં બે ઇંચ વરસાદ
ભરૂચ જિલ્લામાં પ્રવર્તમાન ચોમાસુ ગત વર્ષ કરતા પણ બમણી ઝડપે આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી મૌસમનો 73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રવિવારે રાતે પણ મેઘરાજાની મહેર ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં યથાવત રહી હતી. સોમવારે સવાર સુધીમાં વાલિયા અને હાંસોટ તાલુકામાં બે ઇંચ આકાશી જળ વરસી જતા નીચાણવાળા વિસ્તારો તેમજ માર્ગોને પાણીથી તરબતર કરી દીધા હતા.

પાંચ તાલુકાઓમાં પોણો ઇંચ વરસાદ
અંકલેશ્વર અને નેત્રંગ તાલુકામાં સવા ઇંચ જળવર્ષા થઈ હતી. જ્યારે ભરૂચ સહિત અન્ય પાંચ તાલુકાઓમાં પોણા ઇંચ સુધી મેઘમહેર નોંધાઇ હતી. રાત્રી દરમિયાન વરસતા વરસાદના કારણે શહેરીજનો, નોકરિયાત અને વેપારીઓને હાલ તો રાહત સાંપડી રહી છે. જ્યારે ખેડૂતોમાં ખેતીલાયક ધીમી ધારે પડતા મેઘરાજાથી ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...