તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ભરૂચમાં કોરોનાની સારવારમાં 2 વૃદ્ધના મોત,નવા 11 પોઝિટિવ; ભરૂચ 5, હાંસોટ 3, અંક્લેશ્વર, ઝઘડિયા, વાલિયામાં 1-1 કેસ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં અત્યાર સુધીમાં 3313 સાજા થયા, 92 સારવાર હેઠળ

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગને રાહત સાંપડી છે. જિલ્લામાં આજે પણ કોરોનાના માત્ર 11 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 3437 પર પહોંચ્યો હતો. જેેમાં ભરૂચમાં 5, હાંસોટમાં 3 તેમજ અંક્લેશ્વર, વાલિયા અને ઝઘડિયામાં 1-1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 3313 લોકો કોરોનાને હરાવી સાજા થયાં છે. કોરોનાની સારવાર વેળાં સોમવારે 2 દર્દીઓના મોત થયાં છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સોમવારે પણ જિલ્લામાં માત્ર કોરોના પોઝિટિવના નવા 11 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં સૌથી વધુ 5, હાંસોટમાં 3 તેેમજ અંક્લેશ્વર, વાલિયા અને ઝઘડિયામાં 1-1 કેસ આવતાં પોઝિટિવનો કુલ આંક 3437 પર પહોંચ્યો હતો. જિલ્લામાં આજે કોરોના મહામારીને 12 લોકોએ મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3313 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે.જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 32 તેમજ કોવિડ હોસ્પિટલમાં 60 મળી કુલ 92 લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં આજે કોરોનાની સારવાર વેળાં બે દર્દીઓના મોત થયાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં ભરૂચના નારાયણ એસ્ટેટ ખાતે રહેતાં 63 વર્ષીય વૃદ્ધ તેમજ હિતેશ નગર વિસ્તારમાં રહેતાં 94 વર્ષીય વૃદ્ધનું કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ સારવાર વેળાં મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો