તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ભરૂચમાં કોરોનામાં 2ના મોત, નવા 10 પોઝિટિવ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભરૂચ 7, અંક્લેશ્વર 2, ઝઘડિયામાં 1 કેસ નોંધાયો

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગને રાહત સાંપડી છે. જિલ્લામાં મંગળવારે પણ કોરોનાના માત્ર 10 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 3447 પર પહોંચ્યો હતો. જેમાં ભરૂચમાં 7, તેમજ અંક્લેશ્વર 2 અને ઝઘડિયામાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 3326 લોકો કોરોનાને હરાવી સાજા થયાં છે. કોરોનાની સારવાર વેળાં મંગળનારે 2 દર્દીઓના મોત થયાં છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. મંગળવારે પણ જિલ્લામાં માત્ર કોરોના પોઝિટિવના નવા 10 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં સૌથી વધુ 7, તેેમજ અંક્લેશ્વર 2 અને ઝઘડિયામાં 1 કેસ આવતાં પોઝિટિવનો કુલ આંક 3447 પર થયો હતો. જિલ્લામાં મંગળવારે કોરોના મહામારીને 13 લોકોએ મ્હાત આપતા અત્યાર સુધીમાં કુલ 3326 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાની સારવાર વેળાં બે દર્દીઓના મોત થયાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં ભરૂચના વિજય નગર સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પ્રૌઢ તેમજ ઝઘડિયાના ટેકરા ફળિયામાં રહેતા 69 વર્ષીય વૃદ્ધનું કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ સારવાર વેળાં મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો