તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:પીવાના પાણી મુદ્દે યુપીએલ-12 કંપનીના ગેટ પર ગામ લોકોનું વિરોધ પ્રદર્શન, પથ્થરમારો થતાં ટીયરગેસના 2 સેલ છોડ્યા

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટોળા પર હળવો લાઠીચાર્જ: 30 સામે ગુનો નોંધી અટકાયત

વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને પાદરિયા ગામના લોકોએ પીવાના પાણી મુદ્દે ગુરૂવારે સવારે યુપીએલ-12 કંપનીના ગેટ પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. દરમિયાનમાં વાતાવરણ ગરમાતાં પથ્થરમારો થયો હતો. જેના કારણે સ્થિતી વણસી હતી. પોલીસે તુરંત એક્શનમાં આવી હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ઉપરાંત ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના બે રાઉન્ડ હવામાં છોડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પોલીસે 30 જેટલાં ગ્રામજનોને ડિટેઇન કર્યાં હતાં.

વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને પાદરિયા ગામે લોકોને પીવાનું પુરતુ પાણી મળી રહ્યું નથી. યુપીએલ 12 કંપનીની પાઇપલાઇનમાંથી તેઓને મળતું પીવાનું પાણી પણ બંધ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. જેના પગલે ગ્રામજનોએ વાગરા મામલતદાર તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપવા સાથે આજે ગુરૂવારે કંપનીના ગેટ સાથે વિરોધ પ્રદર્શનની ચીમકી પણ આપી હતી. જેના ભાગરૂપે આજે બન્ને ગામના લોકોએ કંપનીના ગેટ સામે ધરણાં કરી સુત્રોચ્ચાર કર્યાં હતાં. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કંપનીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.

અરસામાં ટોળા તરફથી અચાનક પત્થર મારો થયાં મામલો ગરમાયો હતો. ટોળું વધુ ઉગ્ર ન બને માટે પોલીસે તુરંત હળવો લાઠીચાર્જ કરતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ટોળું વધું રોષે ભરાતાં આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ઉપરાંત ટોળા પૈકીના 30 લોકોને પોલીસે ડિટેઇન કર્યાં હતાં. મોડી રાતે 30 લોકો સામે ગુનો નોંધાયો હતો.

દેખાવો પહેલાં ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો છતાં મામલો ગરમાયો
પણિયાદરા અને પાદરિયા ગામના લોકો યુપીએલ કંપની સામે આંદોલન શરૂ કરવાના હોઇ પોલીસે પહેલેથી જ કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દીધી હતો. દરમિયાનમાં મામલો ગરમાતાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે હળવો લાઠીચાર્જ તેમજ ટીયરગેસના બે રાઉન્ડ છોડવાની ફરજ પડી હતી. સ્થિતીને કાબુમાં લેવા માટે ડીવાયએસપી વિકાસ સુંડા તેમજ એ.એસ. ગોહિલ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો