ભરૂચમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ નિમિતે ઘણા પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈ જાય છે, જેમાં ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી વધુ હોય છે, આ વર્ષે પણ કરુણા એમ્બ્યુલન્સ સીટી એરિયા પૂર્તિ તથા ભરૂચના ગામડા લેવલમાં કાર્યરત 10 દવાખાનાની એમ્બ્યુલન્સ પણ પક્ષીઓના જીવ બચાવા માટે કરુણા અભિયાનમાં કાર્યરત રહેશે.
કરુણા અભિયાન અંતર્ગત 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર હાથ ધરવામાં આવશે. પશુ અને પક્ષીઓની આરોગ્ય સંજીવની ગણાતી સેવા એટલે 1962 પશુ હેલ્પલાઈન અબોલ પશુ અને પક્ષીઓ માટે ખડે પગે હાજર રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું કરુણા અભિયાન 2023 માં હાજર રહેશે.જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ નિવેદન કરવામાં આવ્યું છે કે પતંગ ચગાવવા માટે સવારે 10 વાગ્યાં પછીનો અને સાંજે 6 વાગ્યાં પછી પતંગ ચગાવે, કારણ કે આ સમય બાદ જયારે પક્ષીઓની પોતાના માળામાંથી જવા અને આવવાનો સમય હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.