ચોરી:જીઆરડી જવાનના પુત્રના બંધ મકાનમાં ~1.81 લાખની ચોરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર તેના પરિવાર સાથે સાસરીમાં ગયો હતો, નબીપુર પોલીસમાં ફરિયાદ
  • ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે રાત્રી દરમિયાન બનેલી ઘટના

ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસા ગામે રહેતાં અને નબીપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી સભ્ય તરીકે નોકરી કરતાં હસમુખ શંકર પરમારનો પુત્ર નરેશ તેમની બાજુમાં જ અલગ મકાનમાં તેની પત્ની-બાળકો સાથે રહે છે. અને તે વિલાયતની બિરલા ગ્રાસિમ કંપનીમાં જુનિયર ટેક્નિશીયન તરીકે ફરજ બજાવે છે.દરમિયાનમં તેમનો પુત્ર નરેશ તેની પત્ની ચેતના તેમજ ત્રણ સંતાનો સાથે પોતાના ઘરને તાળુ મારી સાસરીમાં નારેશ્વર નજીકના માલોદ ગામે ગયો હતો.

ગઇકાલે રાત્રે હસમુખ પરમાર તેમજ તેની પત્ની અને અન્ય એક પુત્ર નિયમીત ક્રમે સુઇ ગયાં હતાં. પુત્રને સવારે નોકરીએ જવાનું હોઇ રાત્રીના અઢી વાગ્યે તેમની પત્નીને જમવાનુ બનાવી પુત્રને આપતાં તે ચાર વાગ્યે ઘરેથી નોકરીએ જવા નિકળી ગયો હતો. જે બાદ દંપતિ ઘરમાં સુઇ ગયું હતું. સવારે સાતેક વાગ્યાના અરસામાં તેઓ દરવાજો ખોલી ઘરની બહાર નિકળતાં તેમના પુત્ર નરેશના ઘરના દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો. તેમણે ઘરમાં તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડતાં તેમના પુત્રને જાણ કરતાં તેઓ તુરંત પરત આવી ગયાં હતાં.

તેમણે તપાસ કરતાં ઘરમાંથી ચેેઇન લક્કી, મંગળસુત્ર, પેન્ડલ, કાનની બુટ્ટી, ચાંદીના છડા તેમજ વિટી સહીત સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.81 લાખથી વધુની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. ઘટનાને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિ્યાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...