કોરોના સંક્રમણ:ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ, કુલ આંક 353

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 286 લોકો સાજા થયાં

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે પણ જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ નોંધાયાં હતાં. જેના પગલે જિલ્લાનો કુલઆંક 353 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 286 લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયાં હતાં. જ્યારે હાલમાં 67 એક્ટિવ કેસ છે. ભરૂચ શહેર જિલ્લામાં લોકો દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું નથી. તેમજ અન્ય જિલ્લામાં પણ અવર-જવર સામાન્ય બની ગઇ છે. જેના કારણે જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે.

ગુરૂવારે જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 353 પર પહોંચી ગયો છે. નવા 18 કેસ પૈકી ભરૂચમાં ગ્રામ્ય વિસ્તારમાં 5 અને શહેરી વિસ્તારમાં 3 મળી કુલ 8 કેસ, અંક્લેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 3 તેમજ શહેરી વિસ્તારમાં 2 મળી કુલ 5 કેસ નોંધાયાં હતાં. ઉપરાંત વાગરામાં 2 તેમજ વાલિયા, ઝઘડિયા તથા હાંસોટ તાલુકામાં 1-1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 286 લોકો સાજા થયાં છે. જ્યારે હાલમાં 67 એક્ટિવ કેસ છે. જેમાં 60 લોકો હોમઆઇસોલેટ છે. જ્યારે 7 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...