ગરબે રમી વિરોધ:ગરબા ઉપર લગાવેલા 18 ટકા જીએસટીનો ભરૂચમાં આપના કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • ભાજપ સરકારે ગરબા ઉપર 18 ટકા જીએસટી નાખી કરોડો ગુજરાતીઓને ઠેસ પોહચાડીઃ આપના આગેવાન

ભાજપ સરકારે ગરબાના પાસ ઉપર 18 ટકા જીએસટી લગાવ્યો છે. જેનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીએ ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો હતો.

જીએસટી પરત ખેંચવાની માગ કરી
ભરૂચ શક્તિનાથ સર્કલ ખાતે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારે ગરબા ઉપર લાદેલા 18 ટકા જીએસટીનો વિરોધ નોંધવવા ગરબા ગાયા હતા. હાથમાં ગરબા ઉપર જીએસટીનો વિરોધ નોંધાવતા પ્લે કાર્ડ સાથે આપના આગેવાનો અને કાર્યકરો ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો હતો. આપના આગેવાન આકાશ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરા ગરબા છે. દરેક ગુજરાતીના લોહીમાં ગરબા રહેલા છે. આ ભ્રષ્ટ ભાજપ સરકારે ગરબા ઉપર 18 ટકા જીએસટી નાખી કરોડો ગુજરાતીઓને ઠેસ પોહચાડી છે. ભવાની માતા ભાજપને સદબુદ્ધિ આપી ગરબા ઉપર નાખેલા જીએસટી પરત ખેંચે તેવી પ્રાર્થના આજે ગરબા રમી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...