ભરૂચ એસ.ટી. વિભાગને હોળી ધુળેટી પર્વે 174 એક્સ્ટ્રા ટ્રીપોના સંચાલન થકી રૂપિયા 14.40 લાખની આવક થઈ છે.
ભરૂચ જી.એસ.આર.ટી.સી. દ્વારા પણ હોળી-ધુળેટીના તહેવારોમાં પંચમહાલ, દાહોદ, ઝાલોદ માટે દર વર્ષની જેમ વિશેષ બસોનું આયોજન કરાયું હતું. ગત વર્ષની જેમ આ વખતે પણ 174 ટ્રીપો અને સમાન કિલોમીટરનું સંચાલન ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા અને રાજપીપળા ડેપો તેમજ પોઇન્ટ ઉપરથી હાથ ધરાયુ હતું.ગત વર્ષે 6531 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 9.68 લાખની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે હોળી ધુળેટી પર્વ ઉપર 7634 મુસાફરોએ બસમાં મુસાફરી કરતા ભરૂચ વિભાગને કુલ રૂપિયા 14.40 લાખની આવક હાંસલ થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.