કરતબ:શેરમાર્કેટિંગની એપથી યુવક સાથે 17 હજારની છેતરપિંડી

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીંક ઓપન કરવાનું કહી ગઠિયાની કરતબ

ઓનલાઇન છેતરપિંડી સહિતના સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.  ભોલાવ ગામે આવેલાં નારાયણ એવન્યુ ખાતે રહેતો તુષાર બાબુલાલ પટેલ દહેજની મીરાશ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં હેલ્થ સેફ્ટી એન્વાર્યમેન્ટ વિભાગમાં એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવે છે તેમજ બે વર્ષથી શેર માર્કેટિંગ ટ્રેડિંગ ઝેરોધા એપ્લિકેશનની મદદથી ટ્રેડીંગનો પણ ધંધો કરે છે. ગત એપ્રિલ મહિનામાં તેના શેર માર્કટનો માલ ઓનલાઇન નહીં દેખાતાં તેણે કસ્ટમર કેરમાં પુરપરછ કરવાની કોશિષ કરી હતી. દરમિયાન એપના કસ્ટમર કેર ઓફિસર તરીકે ઓળખ આપી એક શખ્સે તેમને ફોન કરી તેમને એક મેસેજ મોકલી તે લિંક ઓપન કરવાનું કહ્યું હતું. જે લીંક તેમણે ઓપન કરતાં તબક્કાવાર રીતે તેમના ખાતામાંથી 17 હજાર રૂપિયા ઉપડી ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...