તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી વિવિધ હોસ્પિટલમાં 17 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓકિસજન કોન્સન્ટ્રેટરના મશીન કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગી સાબિત થશે

ભરૂચમાં બી.એ.પી.એસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી વિવિધ હોસ્પિટલમાં 17 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે. આ ઓકિસજન કોન્સન્ટ્રેટરના મશીન કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગી સાબિત થશે.

ભરૂચની હોસ્પિટલોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા

બી.એ.પી.એસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, વલણ હોસ્પિટલ, જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર, વેલકેર હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટરમાં 17 જેટલા ઓકિસજન કોન્સન્ટ્રેટરના મશીન કોરોના દર્દીઓની સારવાર માટે અર્પણ કરવામાં આવ્યા છે.

આ સેવાકાર્યમાં ઝાડેશ્વર ભરૂચ મંદિરના કોઠારી સંત પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીના શુભ હસ્તે પૂજન કરાયેલા આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર વિવિધ હોસ્પિટલમાં જઈને આપવામાં આવ્યા છે તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મુખ્ય ડોક્ટરોની ઉપસ્થિતિમાં બીએપીએસના સ્વયંસેવકો દ્વારા મશીન અર્પણ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...