લોકર્પણ:નાયબ મુખ્ય દંડકના હસ્તે ભરૂચમાં રૂ 1.60 કરોડના કામોનું ખાતમુહૂર્ત

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોલાવમાં રૂપિયા 25 લાખના ખર્ચે બનાવેલા આરસીસી રોડનું લોકર્પણ કરાયું

ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજૂરી મળતા નવા રોડ બાંધકામના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.આ ડામર રોડનું રિસર્ફેસીંગ રૂપિયા 80 લાખના ખર્ચે કરવામાં આવશે.જેથી શેરપુરા,ઉમરાજ, કાસદ, મહુધલા ગામોને સરળતા રહેશે. આ વેળાએ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે વિધિસર ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે ભોલાવ ગામના સરપંચ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ઉમરાજ ગામના સરપંચ મધુસૂદન પટેલ,ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપરાંત મંગલતીર્થ સોસાયટીમાં 55 લાખના ખર્ચે આરસીસી રોડ,ભોલાવ ખાતે ગ્રામ પંચાયત હદ વિસ્તારના પાર્થ નગર ખાતે પણ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્મિત આર.સી.સી.રોડને રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હર હંમેશ પ્રજાની સુખાકારીની ચિંતા કરી તેમની પડખે રહી છે. ભરૂચ શહેરની પ્રજાને રોડ રસ્તા સહિતની સુખાકારી મળે તે હેતુસર સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. અને આગામી દિવસોમાં વિકાસલક્ષી કામો હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...