વિધાનસભા સંગ્રામ 2022:સમાજસેવા માટે ધનકુબેરો રાજકારણના મેદાનમાં 24માંથી 16 ઉમેદવારો કરોડપતિ જ્યારે 8 લખપતિ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનું પૂર્ણ થયું છે. ઉમેદવારોએ તેમની સંપત્તિ સહિતની વિગતો દર્શાવતી એફિડેવીટ રજુ કરી છે. બંને જિલ્લાના મુખ્ય 24 ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાંથી 16 ઉમેદવારોની સંપત્તિ કરોડો રૂપિયામાં છે જયારે 8 જેટલા ઉમેદવારોની સંપત્તિ લાખો રૂપિયામાં છે જે કરોડથી થોડી જ ઓછી છે.

જ્યારે કોઇ પણ નેતાને પૂછવામાં આવે છે કે તેઓ રાજકારણ શા માટે આવ્યાં ત્યારે તેમનો જવાબ હોય છે સમાજ સેવા માટે.સમાજ સેવા માટે રાજકારણમાં આવેલાં નેતાઓ હવે કરોડો રૂપિયાની સંપત્તિમાં આળોટતા થઇ ગયાં છે. માત્ર ભાજપ કે કોંગ્રેસ જ નહિ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અઢળક સંપત્તિના માલિક છે. આ સંપત્તિ કયાંક તેમને વારસામાં મળી છે તો કયાંક તેઓ કમાયાં છે.

ભરૂચ
ભાજપકોંગ્રેસAAP
રમેશ મિસ્ત્રીજયકાંત પટેલમનહર પરમાર
જંગમ મિલકત
70.42 લાખ1.40 કરોડ21 લાખ
સ્થાવર મિલકત
40 લાખ ( પોતે)2.35 કરોડ ( પોતે)25 લાખ (પોતે)
50 લાખ ( પત્ની )80 લાખ (પત્ની )

વિશ્લેષણ: આ બેઠકના ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના ઉમેદવાર કોન્ટ્રાકટર, કોંગ્રેસના ખેતીકામ અને આપના ઉમેદવાર વેપાર કરે છે.

અંક્લેશ્વર
ભાજપકોંગ્રેસAAP
ઇશ્વર પટેલવિજયસિંહ પટેલઅંકુર પટેલ
જંગમ મિલકત
74.22 લાખ40.96 લાખ44 લાખ
સ્થાવર મિલકત
2.36 કરોડ ( પોતે)1.75 કરોડ ( પોતે)1.25 કરોડ
1.03 કરોડ ( પત્ની)36 લાખ ( પત્ની)

વિશ્લેષણ: આ બેઠક પર બે ભાઇઓ આમને સામને ભીડી રહયાં છે. બંને ભાઇઓ કરોડપતિ છે જયારે આપના ઉમેદવાર પણ ધનકુબેર છે.

વાગરા
ભાજપકોંગ્રેસAAP
અરૂણસિંહ રણાસુલેમાન પટેલજયેનદ્રસિંહ રાજ
જંગમ મિલકત
97.60 લાખ10.85 લાખ12.65 લાખ
સ્થાવર મિલકત

10.39 કરોડ ( પોતે)

આશરે 7 કરોડ રૂપિયા12 લાખ ( પોતે)

4.00 કરોડ ( પત્ની )

વિશ્લેષણ: આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. મહત્વની વાત એ છે કે બંને ઉમેદવારો માત્ર 10 ધોરણ સુધી ભણેલાં છે.

જંબુસર
ભાજપકોંગ્રેસAAP
દેવકિશોર સ્વામીસંજય સોલંકીસાજીદખાન રેહાન
જંગમ મિલકત
10.99 લાખ47.47 લાખ3.97 લાખ
સ્થાવર મિલકત
89 લાખ રૂપિયા1.60 કરોડ ( પોતે)30 લાખ (પોતે)

વિશ્લેષણ: આ બેઠક પરથી સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ચુંટણી લડી રહયાં છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ છે જયારે આપના લાખોપતિ છે.

ઝઘડિયા
ભાજપકોંગ્રેસAAPBTP
રીતેશ વસાવાફતેેસિંગ વસાવાછોટુ વસાવામહેશ વસાવા
જંગમ મિલકત
1.32 કરોડ54.64 લાખ14.35 લાખ રૂપિયા40.74 લાખ
સ્થાવર મિલકત

50.05 લાખ ( પોતે)

84 લાખ1.60 કરોડ રૂપિયા1.19 કરોડ ( પોતે)
6.33 લાખ ( પત્ની)35 લાખ ( પત્ની)

વિશ્લેષણ: આ બેઠકના ચારેય ઉમેદવારો કરોડપતિ છે. પિતા કરતાં પુત્ર મહેશ વસાવાની પાસે સારી એવી મિલકત છે. છોટુ વસાવા વાહનોમાં બે ટ્રેકટર છે. જયારે પુત્ર પાસે મર્સિડિઝ સહિત અનેક કારનો કાફલો છે.

ડેડિયાપાડા
ભાજપકોંગ્રેસAAPBTP
હિતેશ વસાવાજેરમાબેન વસાવાચૈતર વસાવાબહાદુર વસાવા
જંગમ મિલકત
53.06 લાખ7.43 લાખ16.50 લાખ50,470 રૂપિયા
સ્થાવર મિલકત
45 લાખ રૂપિયા40 લાખ (પોતે)20 લાખ ( પોતે)33.50 લાખ (પોતે)
66.50 લાખ (પતિ)6.20 લાખ (પત્ની)

વિશ્લેષણ: ડેડિયાપાડા બેઠક પરના ચારેય ઉમેદવારો પાસે ઘણી સંપત્તિ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેલાં કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિ એક કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે. આ બેઠક ઘણી ચર્ચામાં છે.

નાંદોદ
ભાજપકોંગ્રેસAAPઅપક્ષ
ડૉ. દર્શના દેશમુખહરેશ વસાવાપ્રફુલ્લ વસાવાહર્ષદ વસાવા
જંગમ મિલકત
46.89 લાખ30.60 લાખ2.69 લાખ52.24 લાખ
સ્થાવર મિલકત
3.21 કરોડ રૂપિયા68 લાખ30 લાખ ( પત્ની)2.70 કરોડ રૂપિયા

વિશ્લેષણ: આ બેઠકના ભાજપના ઉમેદવાર પોતે પણ તબીબ છે અને તેમના પતિ પણ તબીબ છે. તેમની વાર્ષિક આવક 42.53 લાખ રૂપિયા જયારે તેમના પતિની આવક 15.72 લાખ રૂપિયા હોવાનો ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...