સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતી બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ થતાં 150 જેટલા સ્થાનિક આદિવાસી કર્મચારીઓને કોઈપણ કારણ વગર છુટા કરી દેવાતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. બેરોજગાર બનેલા 150 આદિવાસી કર્મચારીઓએ સરકારને લેખિત રજૂઆત કરવા સાથે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. ત્યારે સાંસદ મુખ્યમંત્રી સાથે SOU સત્તામંડળના ચેરમેન સહિતના લોકો સાથે બેઠક કરી આ તમામ કાર્યકરોને પુનઃ નોકરી લેવા રજૂઆત કરશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફસફાઈ કરતી બી.વી.જી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ 6 ગામના 150 આદિવાસીઓ સફાઈ કરતા હતા. હવે સરકાર રોડ સફાઈ કરવા કરોડોના ખર્ચે સફાઈ મશીનો લાવી છે, પણ આ મશીનો ક્યાંય સફળ થયા નથી. ત્યારે સત્તામંડળના અધિકારીઓએ પોતાના કમિશનો ખાવા આ મશીનો લાવવાનું જોખમ ઉઠાવ્યુ છે તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કરોડો રૂપિયા ખર્ચીને 150 જેટલા કર્મચારીઓના ઘરનો ચૂલો ઓલવાઈ ગયો છે જેનો હવે સરકારે નિર્ણય કરવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.