કોરોના અપડેટ:ભરૂચમાં કોરોનાના નવા 15 કેસ, કુલ આંક 87 પર પહોંચ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 47 લોકો સાજા, 40 કેસ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં ગુરૂવારે નવા 15 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 87 થયો છે. જેમાં47 લોકો સાજા થયાં છે. જ્યારે હજી 40 એક્ટિવ કેસ છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ગઇકાલે 133 દિવસ બાદ ડબલ ડિઝીટમાં 10 કેસ નોંધાયાં હતાં. જ્યારે આજે ગુરૂવારે પણ જિલ્લામાં નવા 15 કેસ નોંધાતાં જિલ્લાનો 5 જૂન પછીનો કોરોનાનો કુલઆંક 87 થયો છે.

જોકે, અત્યાર સુધીમાં 47 લોકો કોરોનાથી સાજા થયાંછે. જ્યારે હજી પણ જિલ્લામાં 40 એક્ટિવ કેસ છે. જે પૈકી માત્ર 1 જ દર્દી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય 39 દર્દીઓ હોમ આઇસોલેટ છે. ગુરૂવારે નોંધાયેલાં કેસોમાં ભરૂચ પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં 3 અને શહેરી વિસ્તારમાં 1 એમ 4 કેસ નોંધાયાં હતાં. જ્યારે અંક્લેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 4 અને શહેરી વિસ્તારમાં 1 મળી 5 કેસ,જંબુસર શહેરમાં 3 કેસ તેમજ હાંસોટમાં 2 વાલિયામાં 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...