તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પારખેત ગામના ડે.સરપંચ સહિત 15 જણાનો બે ભાઇઓ પર હુમલો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયાના જોરે ન્યાયનું હનન : સમાધાન માટે સિવિલમાં સોદાબાજી
  • સિવિલની પોલીસ ડાયરીમાં નોંધ પડી, સત્તાવાર ગુનો નોંધાયો નથી

ભરૂચ તાલુકાના પારખેત ગામે રહેતાં રમેશ મોતી સોલંકી તેમજ જશવંત મોતી સોલંકી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતાં. તે વેળાં ડે.સરપંચ ઇલ્યાસ લારીવાલા તેમજ તેમનો પુત્ર, ભાઇ સહિત 15થી વધુ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સિવિલમાં હાજર પોલીસની ડાયરીમાં નોંધ પડ્યા બાદ સિવિલમાંથી પાલેજ પોલીસ મથકે ઘટના અંગે વર્ધી આપી હતી.

જોકે, હજી પોલીસ કર્મીઓ સિવિલમાં ફરિયાદ લેવા પહોંચે તે પહેલાં જ હુમલાખોર તરફથી એક શખ્સે નોટોના બંડલો સાથે હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્ત ભાઇઓના બેડ પર નોટોના બંડલ મુકી સમાધાન કરવા માટે કોશિષ કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. બન્ને ભાઇઓએ પ્રાથમિક તબક્કે ફરિયાદ કરવા માટે મક્કમતા દાખવી હતી. પરંતુ બાદમાં બંને ભાઇઓએ સમાધાન કરી લેતાં સમગ્ર ઘટના જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

પોલીસ જાતે જ આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદી બની તપાસ કરે તેવી માગ
હિંસક હૂમલામાં બન્ને ભાઇઓને ગંભીર રીતે ઇજા થતા સિવિલમાં દાખલ કરાયાં છે. આ મામલે સમાધાન કરવા માટે નાણાંકિય લેવડ-દેવડની કોશિષ કરાઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જ્યારે બન્ને ભાઇઓએ આખરે સમાધાન કરી લેતાં સમાજનો ન્યાય પ્રણાલી પર વિશ્વાસ બની રહે તે માટે પોલીસ જાતે જ આવા મામલામાં ફરિયાદી બને તેવી લોકમાંગ ઉઠી છે.

બંને ભાઇઓએ ફરિયાદ નથી નોંધાવી તેમ લેખિતમાં પોલીસને નિવેદન આપ્યું
પાલેજ પોલીસ સ્ટેશનના ટંકારી બીટમાં આવતાં પારખેત ગામે બનેલી ઘટના બાદ બન્ને ભાઇઓને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં હૂમલાખોરો તરફે ફરિયાદ નહોં નોંધવા માટે એક શખ્સ નોટોના બંડલ લઇને આવ્યો હતો. જોકે, પહેલાં ફરિયાદ કરવા માટે મક્કમ રહેનારા બન્ને ભાઇઓએ બાદમાં પોલીસને લેખિતમાં મામલામાં કોઇ પ્રકારની ફરિયાદ નથી આપવી તેમ લખાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...