ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ એસટીના ભરૂચ ડીવીઝનને હોળી અને ધૂળેટીના તહેવારો ફળ્યાં છે. બંને તહેવારોમાં વધારાની ટ્રીપો દોડાવીને એસટીએ 14.40 લાખની આવક મેળવી છે. ગત વર્ષની સરખામણીએ એકસ્ટ્રા ટ્રીપોમાં મુસાફરોની સંખ્યા 1,103નો જયારે આવકમાં 4.92 લાખનો વધારો થયો છે.
પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી આદિવાસી સમાજ રોજગારી માટે રાજયના વિવિધ શહેરોમાં જતો હોય છે. રાજયના ગમે તે સ્થળે કામ કરતો આદિવાસી સમાજ હોળી અને ધૂળેટીના તહેવારોમાં વતનની વાટ પકડતો હોય છે. હોળી અને ધૂળેટીમાં ભરૂચ ડીવીઝન દ્વારા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા અને રાજપીપળા સહિતના ડેપોમાંથી એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાયું હતું.
ચમહાલ, દાહોદ અને મહિસાગર તરફ 174 એકસ્ટ્રા ટ્રીપો દોડાવીને 14.40 લાખની આવક મેળવી છે. ગત વર્ષે હોળી- ધૂળેટીએ એકસ્ટ્રા ટ્રીપોમાંથી નિગમને 9.60 લાખની આવક થઇ હતી. ગત વર્ષે 6,531 જયારે ચાલુ વર્ષે 7,634 મુસાફરોએ એકસ્ટ્રા ટ્રીપમાં મુસાફરી કરી હતી જેથી આવકમાં 4.92 લાખનો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.