કોરોનાનો કહેર / ભરૂચમાં ડોક્ટરના મોતના બીજા દિવસે પેથોલોજિસ્ટ સહિત 14 નવા પોઝિટિવ

14 new positives including pathologist on second day of doctor's death in Bharuch
X
14 new positives including pathologist on second day of doctor's death in Bharuch

  • જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના 54 અને શહેરી વિસ્તારના 50 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાયા
  • ઝઘડિયાની એક જ કંપનીનો ત્રીજો કર્મચારી કોરોના સંક્રમિત
  • કંપનીને 2 દિવસ બંધ રાખી હતી

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ભરૂચ. ભરૂચમાં ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટના મોત બાદ બીજા દિવસે ફલશ્રુતિ નગરની ખાનગી લેબના પેથોલોજિસ્ટ સહિત વધુ 14 જણને કોરોના પોઝિટિવ આવતા કુલ આંક 264 પહોંચ્યો છે. આ ઉપરાંત ઝઘડિયાની એક જ કંપનીનો ત્રીજો કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. અગાઉ 2 કર્મચારીને પોઝિટિવ આવતાં કંપનીને બે દિવસ માટે બંધ રાખી ચકાસણી કરાઇ હતી. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના 54 અને શહેરી વિસ્તારના 50 વિસ્તારો કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાયા છે.

ભરૂચમાં 7, જંબુસર 4, અંકલેશ્વર 1, ઝઘડિયા 1 અને આમોદના 1 કેસ સાથે જિલ્લાનો કુલ આંક 264
ભરૂચમાં 7 , જંબુસર 4, અંકલેશ્વર 1, ઝઘડિયામાં 1 અને આમોદ 1 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. ફલશ્રુતિ નગરના પેથોલોજિસ્ટને  કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે વડોદરા ખસેડાયા છે. આ ઉપરાંત પીરકાઠી ચાર રસ્તા વિસ્તારનો 40 વર્ષીય યુવાન,દહેજ બાયપાસ રોડની મંગલાપાર્કનો 31 વર્ષીય યુવાન,ગુરુદત્ત કૃપા સોસાયટીના 59 વર્ષીય વૃદ્ધ, ધોલાર ફળિયાનો 48 વર્ષીય યુવાન,નારાયણકુંજ સોસાયટીનો 35 વર્ષીય અને નવજીવન સોસાયટીનો 42 વર્ષીય યુવાન પોઝિટિવ આવ્યો છે જયારે અંકલેશ્વરમાં દેસાઈ ફળિયાના 53 વર્ષીય પ્રૌઢ,આમોદના મહફુઝ નગરના 61 વર્ષીય વૃદ્ધ, ઝઘડિયા રાજપૂત ફળિયાનો 28 વર્ષીય યુવાન, જંબુસરમાં કપાસિયાપુરાના 52 વર્ષીય યુવાન, જંબુસરની 60 વર્ષીય વૃધ્ધા,પોયા વગા ગજેરાનો 31 વર્ષીય યુવાન અને 44 વર્ષીય યુવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર અને જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનના કારણે વધતા કેસો ચિંતાનો વિષય બન્યો છે.

ઝઘડિયાના યુવાનના પરિવારના 7 સભ્યને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરાયા : આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો
ઝઘડિયા તાલુકાના ફિચવાડા બાદ ઝઘડિયા ગામે 25 વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવાન જીઆઇડીસીમાં નોકરી કરતો હોય ત્યાંથી તેને કોરોનાનું સંક્રમણ થયું હોવાના અનુમાન લગાવાઇ રહ્યું છે. જેના પગલે જીઆઇડીસી વિસ્તારમાં ફરજ બજાવતા લોકો તથા આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઝઘડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. ઝઘડિયા ગામમાં રહેતા યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં મેઇન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે. તેની આરોગ્ય તપાસણી કરતા કોરોનાના લક્ષણો જણાયા હતા. યુવાન જીઆઇડીસી વિસ્તારમાંથી જ કોરોના સંક્રમિત થયો હોવાનું મનાઈ રહ્યું છે. યુવાનનો કોરોના પોઝિટિવ આવતા ઝઘડિયાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પરિવારની આરોગ્ય ચકાસણી કરી હતી. કોરોના પોઝિટિવ દર્દીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. તેના પરિવારના 7 સભ્યોને અવિધા ખાતે ફેસિલિટી હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 59 ઘરના 280 સભ્યોનો આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં 87 શંકાસ્પદ લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા
ભરૂચ જિલ્લામાં 2 જુલાઈએ 13 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ-263 નો આંક થયો છે. જેમાં જિલ્લામાં બપોરના 3 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ 87 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.જિલ્લામાં હમણાં સુધી 137 વ્યક્તિઓ સાજા થતા રજા આપી છે,જયારે 113 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં કુલ-13 દર્દીના મૃત્યુ થયા છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી એક જ પરિવારના 3 લોકોને રજા અપાઈ 
ભરૂચમાં ગુરૂવારે વધુ 8 પોઝિટિવ કેસ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 258 પર પહોંચી છે. બીજી તરફ શહેરમાં રહેતાં ટેલર પરિવારના પિતા, પુત્ર અને પુત્રીનો રીપોર્ટ 23મીના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ સિવિલમાં સારવાર હેઠળ હતાં તેમને ગુરૂવારના રોજ રિપોર્ટ નેગેટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

અંકલેશ્વરના જ્વેલર અને દહેજની કંપનીનો કર્મચારી પણ ચેપગ્રસ્ત બન્યા 
અંક્લેશ્વરના અંબિકાનગરમાં રહેતા અને દહેજની કંપનીમાં નોકરી કરતાં યુવકે ખાનગી લેબમાં તેનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે અંબિકાનગરમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. જોકે આ કેસ હજુ સુધી સરકારી ચોપડે નોંધાયો નથી. આ ઉપરાંત અંકલેશ્વર દેસાઈ ફળિયામાં રહેતા સોનીનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી