આખરી મતદાર યાદી:ભરૂચ જિલ્લામાં 5 વર્ષમાં 1.36 લાખ મતદારો વધ્યા, 40 હજારથી વધુ યુવા મતદારો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિસ્તારમાં પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં એક લાખ 36 હજાર 10 મતદારોનો વધારો નોંધાયો છે. વિધાનસભા 2022ની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણી સામે મતદારોની સંખ્યામાં 1.36 લાખનો વધારો નોંધાયો છે.

હાલ જિલ્લામાં કુલ મતદારો પૈકી 6 લાખ 49 હજાર 826 પુરૂષ, 6 લાખ 15 હજાર 691 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. તો થર્ડ જેનમાં પણ 71 મતદારો નોંધાયા છે. જિલ્લામાં કુલ મતદારની સંખ્યા વધીને 12 લાખ 65 હજાર 588 થઈ છે. ગત વિધાનસભા મતદારો પ્રમાણે પુરુષ મતદારમાં 65 હજાર, સ્ત્રીમાં 70 હજાર, ત્રીજી જાતિમાં 47 નો વધારો થયો છે. તો યુવા મતદારો 40 હજારથી વધુ નવા ઉમેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...