ઉત્તરાયણ પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે પણ પતંગો ચગવાનું શરૂ થઇ ગયું હોવાથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં કરૂણા અભિયાનનો પ્રારંભ કરી દેવાયો છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની માવજત, સારવાર અને બચાવ કામગીરી માટે દર વર્ષે કરૂણા અભિયાન અન્વયે કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે પણ ભરૂચ શહેર અને તાલુકાઓ પ્રમાણે 30 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 2૦મી જાન્યુઆરી સુધી જુદી જુદી સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો, વનવિભાગ, પશુ -ડોક્ટરો અને નગરપા િકાના કર્મચારીઓ ્વયંસેવકો તરીકે ફરજ બજાવી પશુઓને બચાવવા જહેમત ઉઠાવશે.
કરૂણા અભિયાનમાં ઉત્તરાયણના 3 દિવસ દરમ્યાન તબીબોની ટીમ સાથે સ્વયંસેવકો ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર અને નગરપા લિકાઓ સહિત તમામ તાલુકાઓમાં કાર્યરત રહેશે. અલગ અલગ સ્થળોએ ૯ જેટલા કંટ્રોલરૂમ, 8 પશુ આરોગ્ય વિભાગના સારવાર કેન્દ્રો, ફોરેસ્ટ વિભાગના 5 જેટલા સારવાર કેન્દ્રો અને 8 કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ભરૂચના વાઈલ્ડ લાઈફ વોર્ડન અને નાયબ વન સંરક્ષક ઉર્વશિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ભરૂચમાંથી 70થી પણ વધુ પક્ષીઓને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યા હતા.
વધુમાં તેમણે જિલ્લા ાસીઓને અનુરોધ કર્યો હતો કે, આજુબાજુ કોઈ ધાયલ પક્ષીઓ દેખાઈ તો ટોલ ફ્રી નંબર પર જાણ કરી નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવું જોઇએ. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ઉત્તરાયણના એક સપ્તાહ અગાઉથી પક્ષીઓને ચણ નાખવાનું બંધ કરવું જોઈએ. કોઈ વાહન આવતાં પક્ષીઓ એક સામટાં ઊડતાં હોય છે, જેને કારણે દોરામાં ફસાઈ ઈજાગ્રસ્ત થતાં હોય છે. ઉતરાયણના પર્વનો આનંદ પક્ષીઓ માટે મોતનું કારણ ન બને તે માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.