ભાસ્કર વિશેષ:રાજયમાં નેશનલ ગેમ્સ પહેલાં ભરૂચમાં 12મીએ કાર્યક્રમ

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધિક કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. - Divya Bhaskar
અધિક કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું.
  • સેલીબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોટર્સની થીમ રખાશે ઃ આરડીસીએ બેઠક બોલાવી

અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ ગેમ્સ પહેલાં ભરૂચમાં સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોટર્સની થીમ પર વિશેષ કાર્યક્રમ યોજાશે. જેના સંદર્ભમાં આરડીસીની અધ્યક્ષતામાં શાળાઓઅને કોલેજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં 36 મી નેશનલ ગેમ્સ યોજાવા જઈ રહી છે. તેના ભાગરૂપે આગામી 12 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન સમગ્ર ગુજરાતમાં અને ભરૂચમાં યુવાનો તેમજ વિદ્યાર્થીઓને રમતમાં વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી વિશેષ કાર્યક્રમ યોજાશે. સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોટર્સની થીમ પર યોજાનારા કાર્યક્રમનું આયોજન ભરૂચમાં 12મીના રોજ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવશે.

આ ઉપરાંત ભરૂચ જીલ્લાના દરેક તાલુકા લેવલ પર કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ખેલાડીઓ તૈયાર થાય અને આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુમાં વધુ મેડલ જીતે અને રમતવિરોને પ્રોત્સાહન મળે તે માટે તા.15 અને 16 ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં કાર્યક્રમનું આયોજન થવા જઈ રહયું છે.નિવાસી અધિક કલેકટર એન. આર ધાધલના અધ્યક્ષસ્થાને શાળાઓ તથા કોલેજના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં આયોજનના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અમદાવાદમાં ચાલુ મહિનામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સ થકી સ્થાનિક ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા તથા તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત બેઠકોનો દોર શરૂ થયો છે. ભરૂચમાં યોજાયેલી બેઠકમાં પ્રતિનિધિઓને આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઉભરતા ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ સહિતના આયોજનો કરવામાં આવી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...