સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 120.02 મીટરે હાલમાં સ્થિર છે. ઉપરવાસમાંથી થતા પાણીની અવાક સામે તેની જાવક પ્રમાણે વધઘટ થઇ રહી છે. ત્યારે નર્મદા બંધમાં હજુ 1221.62 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે જે એમ કહી શકાય કે આ જથ્થો રાજ્યને પીવાના પાણી 8 મહિના સુધી આપી શકે એટલો જથ્થો હાલ સંગ્રહિત જે પાણી હાલ નર્મદા કેનાલ મારફતે 4,644 ક્યુસેક પાણી છોડી ગુજરાત રાજ્યની પીવાનું પાણી પહોંચાડી રહ્યા છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંના પાવરહાઉસ ચાલુ કરવામાં આવતા જેના ડિસ્ચાર્જ પાણીથી 5,980 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે. પાણીની આવક અને વીજળીની જરૂરિયાત ને લઈને નર્મદા બંધના રિવરબેડ અને કેનાલહેડ બંને પાવરહાઉસ ધમધમી રહયા છે. જે પાવરહાઉસો 8,324 ક્યુસેક પાણી ખર્ચ કરી રહયા છે. નર્મદા કેનાલ મારફતે 4,644 ક્યુસેક પાણી છોડી ગુજરાત રાજ્યની પીવાનું પાણી પહોંચાડી રહ્યા છે. જોકે સરકાર દ્વારા સિંચાઈનું પાણી ખેડૂતોને હાલ ઘાસચારા માટે આપી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા બંધમાં પાણી નો સંગ્રહિત જથ્થો ઓછો હોવાને કારણે સરકારે ખેડૂતોને ઉનાળુ પાક નહીં કરવા અપીલ કરી હતી. પશુઓના ઘાસચારા ની વાવણી કરવા જણાવ્યું હતું ત્યારે હવે પાણીનો સંગ્રહિત જથ્થો જોકે પૂરતો છે પરંતુ સરકાર આગામી સીઝનમાં ચોમાસુ નબળું જાય તો પાણીની તંગી ન પડે તે માટે હાલ સાચવીને પાણી ખર્ચ કરી રહી છે. જોકે ચોમાસુ સારું થાય અને ખુબ વરસાદ પડશે ત્યારે પણ પાણી પાવરહાઉસ દ્વારા વીજળી ઉત્પાદન કરીને સદુપયોગ કરવામાં આવશે.
ગત વર્ષ કરતાં આ વર્ષે પાણીનો ઓછો જથ્થો
ગત વર્ષે મે મહિનાની 12 તારીખ સુધીમાં નર્મદા બંધમાં સંગ્રહિત પાણીનો જથ્થો જે હતો તેના કરતાં આ વખતે પાણી ઓછું છે પરંતુ વીજળીની માંગને પહોંચી વળવા હાલમાં કેનાલહેડ અને રિવર હેડ બંને પાવરહાઉસ ચાલી રહ્યાં છે. જેના થકી 4572 ક્યૂસેક પાણીનો આઉટફ્લો ચાલી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.