ઉચાપત:પોસ્ટ માસ્ટરે બે ખાતા ધારકોના ખાતામાંથી 1.20 લાખની બારોબાર ઉચાપત કરી

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝઘડીયા તાલુકાના સારસા બ્રાંચ પોસ્ટ માસ્ટર બે ખાતા ધારકોના ખાતામાંથી 1.20 લાખ બારોબાર ઉચાપત કરતા રાજપારડી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

મૂળ ઘાટલોડિયાના અને હાલ ભરૂચની શિલ્પી ડ્રીમ રેસિડેન્સીમાં રહેતા મિતેશ રમેશ વડાદિયા ઝઘડિયા સબ ડીવીઝનમાં આવતી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે જેઓએ રાજપારડી પોલીસ મથક ખાતે નોંધાવેલ ફરિયાદ અનુસાર રાજપારડી પોસ્ટ ઓફિસની હિશાબી શાખા હેઠળની સારસા ગામની ગ્રામીણ પોસ્ટ ઓફીસની શાખાના બ્રાંચ પોસ્ટ માસ્ટર વૈશાલી જવાનસિંહ સોલંકીએ બચત ખાતા ધારકોની જમા ઉપાડ વાઉચરમાં ખોટી સહી અને અંગુઠાના નિશાન કરી 1.20 લાખ ઉપાડી ઉચાપત કરી હોવાનું પ્રાથમિક તપાસની ઇન્કવાયરી સોપવામાં આવતા પોસ્ટ ઓફિસમાં નિરીક્ષક અને ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસર મિતેશ વડાદિયાએ તપાસ કરતા તેઓને સારસા ગામના રાજેશ હીરા માછીના ખાતામાંથી તેઓની જાણ બહાર 20 હજાર અને મણીબેન જે, માછીના ખાતામાંથી ૧ લાખ અલગ અલગ રીતે કુલ 1.20 લાખ રૂપિયાની રકમ વૈશાલીબેન સોલંકીએ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લીધો હોવાનું ધ્યાન પરતા આવતા તેઓ વિરુદ્ધ રાજપારડી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...