વિધાનસભાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આમઆદમી પાર્ટીના પ્રમુખ સહિત 120 જેટલા કાર્યકરોએ ભાજપાનો ખેસ પહેરી લેતા સમગ્ર જીલ્લામાં રાજ્કીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો.આજે ઝઘડિયા એપીએમસી ખાતે યોજાયેલ એક આવકાર સમારોહમાં આમ આદમી પાર્ટીના તાલુકા સંગઠનના પ્રમુખ કરણસિંહ પરમાર, મંત્રી જયેશભાઈ સોલંકી સહિત અંદાજે 120 જેટલા કાર્યકરો વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ભાજપના આગેવાનોએ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકાર્યા
આ પ્રસંગે ઉપસ્થિત ભાજપા અગ્રણીઓએ પાર્ટીમાં નવા આવનાર કાર્યકરોને આવકાર્યા હતા.નવા આવનાર કાર્યકરોએ તેઓ પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવા તેમનું સંપૂર્ણ યોગદાન આપશે એવી લાગણી વ્યક્ત કરી હતી. વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે આમ આદમી પાર્ટીના તાલુકા હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપામાં જોડાતા ભાજપા છાવણીમાં ખુશીનો માહોલ છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.