ભાસ્કર એક્સકલૂઝિવ:નર્મદા પર 1.2 કિમીનો બ્રિજ 2024માં પૂર્ણ કરાશે, બંને તરફ 8 મીટર પહોળા 2 એક્સેસ બ્રિજ બનશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી ટેક્નોલોજીથી કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીએ બાંધકામમાં અડધો સમય થશે : NHSRCL
  • 2027 સુધીમાં બુલેટ ટ્રેન પેસેન્જરો માટે શરૂ કરવા પ્રોજેક્ટ પર ભાર

ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિમી લાંબો પુલ 508 કિમીના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે. નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે, બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ગુજરાતમાં વિવિધ નદીઓ પર નિર્માણાધીન તમામ 20 બુલેટ ટ્રેન પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (NHSRCL)ના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે, નવીનતમ ટેક્નોલોજીના અનુકૂલનથી બાંધકામનો સમય કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો ટાઈમ થઈ જશે. શર્મા જમ્મુ-ઉધમપુર-કટરા પ્રોજેક્ટનું નિર્માણ કરનારી ટીમનો પણ એક ભાગ હતા. શર્માએ વધુમાં માહિતી આપી હતી કે, નર્મદા નદીના પ્રવાહ (પાણીના કૂવા) ની અંદર કુવાઓના નિર્માણના હેતુ માટે, નેવિગેશનની મંજૂરી આપવા માટે તેમની વચ્ચે 60 મીટરના અંતર સાથે આઠ-મીટર પહોળાઈના બે કામચલાઉ એક્સેસ બ્રિજનું નિર્માણ કરાઈ રહ્યું છે.

નર્મદા નદીમાં ભરતીની અસર રહેતી હોય છે. તે નદી પરના બાંધકામને અસર કરી શકે છે. તેથી અમે ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં વધારો થવાની અસરને દૂર કરવા માટે ચોક્કસ ઊંચાઈ પર એક કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવ્યો છે. હવે ટીમ 24 કલાક કામ કરી પ્રોજેક્ટને પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહી છે.

એક્સેસ બ્રિજ બનાવવાનું કારણ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રિજ બની રહ્યો છે. નર્મદા નદી અરબસાગરમાં ભળતી હોવાથી પુનમ અને માસની ભરતીમાં પાણીનો ફ્લો વધુ જોવા મળતો હોય છે. ભરતીને લઈને બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણમાં મુખ્ય પુલની બન્ને બાજુ 8 મીટર પોહળાઈના કામ ચલાઉ 2 એક્સેસ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં માત્ર 68.65% જમીન સંપાદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાઈસ્પીડ રેલ કોરિડોરને વહેલીતકે પૂર્ણ કરવા મથામણ ચચાલી રહી છે. ત્યારે પ્રથમ તબક્કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં જ શરૂ થાય તેવા એંધાણ હાલમાં દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જમીન સંપાદનને લઈને કેન્દ્ર સરકાર સમક્ષ મુકેલી કેટલીક શરતોને કારણે અત્યારસુધી માત્ર 68.65 ટકા જેટલી જ જમીન સંપાદિત થઈ શકી છે. જેના કારણે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં હાલમાં ઘોંચમાં પડ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની 5 ગ્રામ પંચાયતોએ તો પેસા એક્ટ હેઠળ જમીન સંપાદનનો વિરોધ કર્યો છે.

ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક રહેશે
ગત મંગળવારે NHSRCLના MD, SC અગ્નિહોત્રીએ સુરતમાં સ્ટેટમેન્ટ આપતાં જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર- મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના ગુજરાત વિભાગ પર ટ્રાયલ રન આગામી 2026માં શરૂ કરવામાં આવશે. જોકે, જાહેર જનતા માટે સેવાઓ વર્ષ 2027 સુધીમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રેક ઉપર દોડનારી ટ્રેનની મહત્તમ કાર્યકારી ગતિ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

અન્ય સમાચારો પણ છે...