ભરૂચ પોલીસના જુગારધામ પર દરોડા:બે અલગ અલગ વિસ્તારમાંથી જુગાર રમતા 12 જુગારીયાઓને 70 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, એક ફરાર થઇ ગયો

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જે.બી.મોદી પાર્ક સામે આવેલ રાજીવ આવાસમાં વચ્ચેના ભાગે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૫ હજાર અને બે ફોન મળી કુલ ૨૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા સાબુગઢ ઝૂપડપટ્ટીમાં રહેતો જુગારી જ્ઞાનસિંહ પ્રતીમસિંહ ચીખલીગર,લખનસિંહ બલવીરસિંહ બાવરી,જર્નલસિંગ તલવારસિંગ ટાંક,ચિતેસિંગ તલવારસિંગ ટાંક અને સુંદરસિંગ બલવીરસિંગ ચીખલીગરને ઝડપી પાડ્યો હતો.

જયારે આવી જ રીતે એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે સોનેરી મહેલ મલેકવાડમાં આવેલ મકાન નંબર-૫૦૨માં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૨૮ હજાર અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર મોહમદ ઇદ્રીશ મોહમદ સઈદ શેખ,મહોમદ ફૈઝાન ઉર્ફે જાબુ મુસ્તાક શેખ,મહોમદ ઇમરાન અબ્દુલ રસીદ મલેક સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જયારે પોલીસના દરોડા દરમિયાન એક જુગારી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...