જનજાગૃતિ:ભરૂચ-દહેજના 12 સાઇક્લિસ્ટોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જાગૃતિ માટે સાઈકલયાત્રા યોજી

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સાઇકલ સવારો માત્ર 4 દિવસમાં 405 કિમીનું અંતર કાપી અંબાજી પહોંચ્યા હતા
  • માતાજીના દર્શન કરી ઑમિક્રોન અને કોરોનાથી લોકોની રક્ષા કરવા પ્રાર્થના કરી

દહેજ અને ભરૂચના 12 જેટલા સાયકલ વીરો અને 4 સપોર્ટ ટીમ તારીખ 2જી જાન્યુઆરી 2022 થી 5 મી જાન્યુઆરી 2022 દરમિયાન દહેજથી અંબાજી સાયકલ યાત્રા માટે જવા નીકળ્યા હતા.યાત્રા દરમિયાન સાયકલિંસ્ટોનો મુખ્ય ઉપદેશ SINGLE USE PLASTIC માટે નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવા યોજાઈ હતી. આ સાયકલ યાત્રામાં રાજેશ્વર એન રાવ,અમિતકુમાર વિશ્વકર્મા, મિસ્ત્રી દિવ્યેશ,જયદીપસિંહ પરમાર,રઘુવીરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ડાભી,રાહુલસિંહ પરમાર,મહેન્દ્રસિંહ પરમાર, મેહુલસિંહ રાજ, જીગ્નેશ કણઝારીયા, મીરલ રાણા, કૃષ્ણદીપ પટેલ ભાગ લીધો હતો.

જયારે સપોર્ટ ટીમ તરીકે ચંપકલાલ રાણા,રોહિત પટેલ,રાજેશ પંડ્યા અને શિવશંકર કુશવાહા સાથે રહ્યા હતા.શ્રીજી સાયકલ અને અન્યના સૌજન્યથી તા.2 જાન્યુઆરીએ દહેજના મહાલક્ષ્મી મંદિરથી સવારે 7 વાગ્યે સાયકલ યાત્રાની શરૂઆત કરીને આ યાત્રા દાંતા થઇ સવારે અંબાજી મુકામે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...