તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:બીમારીથી પીડાતા બાળકને 1.11 લાખની સહાય, 48 યુનિટ રકતદાન

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષની 48મી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી

ભરૂચ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલના 48 માં જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી.જેમાં તેમના થકી વોર્ડ નંબર 8 માં વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓને પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત સુરક્ષા કવચ, યુવિન કાર્ડ વિતરણ તેમજ બાળકોને નોટબુક સાથે ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાહુબલી ગ્રૂપ-2ના બીકે પટેલ અને તેમની ટીમ દ્વારા 48 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું જ્યારે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્લોટમાં વૃક્ષારોપણ તેમજ એકતા નગર ખાતે આંગણવાડીમાં નાના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ખાતે sma 1 નામ ગંભીર બીમારીથી પીડાતા નાના બાળક પાર્થ પવારને બાહુબલી ગ્રૂપ-2 ના માધ્યમ થી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમના જન્મદિને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિનની ઉજવણી કરી કાર્યકર્તાઓને નવી રાહ ચીંધી છે.આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર્સ ધનજી ગોહિલ, પૂજા રાઠોડ અને પ્રવીણ પટેલ,યુવા આગેવાન જીગ્નેશ પટેલ અને બાહુબલી ગ્રુપ-2ના બીકે પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...