મતદાન:ભરૂચમાં ચૂંટણી પહેલા 1,100 કર્મીઓનું મતદાન

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચૂંટણી કામગીરી માટે પહેલી તારીખે ફરજ પર હોવાથી પોસ્ટલ બેલેટથી મત આપ્યો

ભરૂચમાં ચુંટણીની ફરજ પર જનારા 1,104 જેટલા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટની મદદથી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે મતદાન કરવા ઉભા કરાયેલા 10 સુવિધા કેન્દ્રો પૈકી આજે 03 સુવિધા કેન્દ્રો પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થયું હતું.

આજે અંદાજિત 1,104 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભાના સ્થળો પર યોજાયેલી તાલીમના સમય દરમિયાન તથા તાલીમ સમય પૂર્ણ થયા પછી ૨ કલાક સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું હતું. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર વિધાનસભા મત વિસ્તાર માટે મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આજે કુલ 3 હજાર પોલીસ ક ર્મીઓ મતદાન કરશે
આજે ગુરૂવારના રોજ 3 સેન્ટર પર પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. ભરૂચ ડીવીઝન માટે પોલીસ હેડ કવાટર્સ, અંકલેશ્વર માટે શારદા ભવન ટાઉન હોલ અને જંબુસર માટે એસડીએમ કચેરી જંબુસરનો સમાવેશ થાય છે. આજના દિવસે 3 હજાર પોલીસ કર્મચારીઓ મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...