ઉમેદવારોના ફોર્મની ચકાસણી:ભરૂચની 5 બેઠકો માટે 11 ઉમેદવારીપત્રો અમાન્ય

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરાયેલાં 82 ઉમેદવારીપત્રો ચકાસણી કરાઇ

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 82 ઉમેદવારીપત્રો ભરાયા હતાં જેની મંગળવારના રોજ ચકાસણી હાથ ધરાતાં 11 ઉમેદવારીપત્રો રદ થયાં હતાં.ભરૂચ, જંબુસર, વાગરા, ઝઘડિયા અને વાગરા વિધાનસભા બેઠકો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રોની મંગળવારે ચકાસણી હાથ ધરાઇ હતી. અંકલેશ્વરમાં 12 ઉમેદવારીપત્રોમાંથી 8 માન્ય અને 4 અમાન્ય કરાયાં હતાં. તેવી જ રીતે ભરૂચમાં કુલ 17 ઉમેદવારીપત્રો આવ્યાં હતાં જેમાંથી 15 માન્ય અને 2 અમાન્ય રખાયાં હતાં. જંબુસરની વાત કરીએ તો 15માંથી 14 ફોર્મ માન્ય જ્યારે એક ફોર્મને અમાન્ય કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઝઘડિયા બેઠક પર 18માંથી 16 માન્ય અને 02 ફોર્મ અમાન્ય રખાયાં છે. વાગરા બેઠક પર 20માંથી 18 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે જયારે એક ફોર્મ રદ કરાયું છે. ભરૂચની પાંચ વિધાનસભા માટે 11 ઉમેદવારી પત્રો અમાન્ય રખાયાં છે જયારે અન્ય માન્ય રાખવામાં આવ્યાં છે. ગુરૂવાર સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાય તેમ હોવાથી ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...