તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભરુચ જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં મહિલા સહિત બેના મોત, 11 લોકો ઇજાગ્રસ્ત

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા-નેત્રંગ માર્ગ પર આવેલા ચંદેરીયા ગામ પાસે ટેમ્પો પલટી જતા અકસ્માત, 11 લોકોને ઇજાગ્રસ્ત

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમ જેમ વાહનો વધતાં જાય છે, તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં મહિલા સહિત બે લોકોના મોત થયાં છે. જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયાં છે.

ગતરોજ રાતે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલી શાંતિનગર-2 સ્થિત બેસ્ટ વે-બ્રિજના કાંટા નજીકથી બાઇક (નંબર-GJ-16-AD-1665) પર યુવાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહનને તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાન જીતેન રામજી યાદવ અને તે બિહારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આવી જ રીતે ભરૂચના મનુબર વિસ્તારમાં આવેલી મદીના પાર્ક સ્થિત હાફેઝ કોલોનીમાં રહેતા જીયાઉદ્દીન અબ્દુલ્લા વોરા પટેલના ભાઈ સરફરાજ વોરા પટેલ અને તેઓની બહેન નુરજહાબેન બાઇક (નંબર-GJ-16-AL-7764) પર કેસરોલ જતાં હતા તે દરમિયાન ભરુચ-દહેજ રોડ ઉપર નવેઠાથી એકસાલ જવાના માર્ગ પર ભરુચ તરફથી પુરપાટ ઝડપે ઘસી આવેલા ટેન્કર (નંબર-GJ-15-UU-0131)ને પગલે બાઇક પર સવાર મહિલા ગભરાઈ જતાં બાઇક પરથી પડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર મહિલાના માથા પરથી ફરી વળતાં તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરુચ જિલ્લાના ઓલપાડ તાલુકાના શરત ગામના શ્રદ્ધાળુઓનો ટેમ્પો વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ પાસે પલટી ખાઈ જતા અગ્યાર શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજા પહોંચી હતી. જ્યારે બે શ્રદ્ધાળુઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઓલપાડ તાલુકાના શરત ગામના શ્રદ્ધાળુઓ ટેમ્પો (નં GJ-05-BX-9528)નો ચાલક શ્રદ્ધાળુઓને લઈ યાત્રાધામ દેવ મોગરા ખાતે જઇ રહ્યો હતો. તે દરમિયાન વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ નજીક ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર 11 શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે બે શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક 108ની સેવાની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...