તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કેમિકલ ચોરીના 11 દિવસ બાદ હજી પણ મુખ્ય સુત્રધારો વોન્ટેડ

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનિટરિંગ સેલે દહેજમાં કેમિકલ ચોરી ઝડપી હતી
  • તપાસ સ્ટેટ વિજિલન્સેે પોતાના હસ્તક રાખી

દહેજની માલવા હોટલના કંપાઉન્ડમાં અગાઉ કેમિકલ ચોરીમાં પકડાયેલો રવિરાજ કાઠી તેમજ તેના ભાગીદારો બકુલ ઉર્ફે બકા પટેલ, રવિન્દ્ર યાદવ, નરેશ ભાનુશાળી તેમજ મનિષ ઉર્ફે મનોજ ચૌહાણે કેમિકલ ચોરીની પ્રવૃત્તિ પુન: શરૂ કરી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિં સેલની ટીમેે સ્થળ પર દરોડો પાડી 1.43 લાખ રૂપિયા રોકડા , 8 મોબાઇલ તેમજ એક મહિન્દ્રા પિકઅપ અને 5 ટેન્કર સહિત કુ 1.32 કરોડની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ વેળાં કેમિકલ ચોરીનું કૌભાંડ આચરનાર મુખ્ય 5 ભાગીદારો ત્યાં હાજર ન હોઇ 5 ભાગીદારો સહિત 12 જણાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનિય છે કે ભરૂચ જીલ્લાના ભૂતકાળમાં કેમિકલ ચોરીમાં કિંગ ગણાતા નજીર બૉસના રાઇટ હેન્ડ મનોજ ચૌહાણ ઉર્ફે મનિયો ભરૂચ જીલ્લામાં ભંગાર ચોરી, વિદેશી દારૂના સપ્લાય, બુટલેગરોને નાંણા ધિરવા ,કોલસા ચોરી સહીત ગુનાહિત પ્રવૃતિઓમા પડદા પાછળની ભુમિકા બજાવતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ગુનાખોરીમાં માસ્ટર માઇન્ડ ગણાતા મનોજ ચૌહાણ ઉર્ફે મનિયા શેઠનુ આજદિન સુધી પોલીસ ચોપડે નામ ચઢ્યું ન હતું. મનોજ ચૌહાણના ભરૂચ- અંકલેશ્વર ખાતે રીયલ એસ્ટેટ માં કરોડોના રોકાણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે .

અન્ય સમાચારો પણ છે...