આયોજન:દાભવણ ગામે નેત્રનિદાન કેમ્પનો 109 લાભાર્થીની તપાસણી કરાય

ચીકદા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી જયંતી નિમિત્તે નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજન

નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ડુમખલ દ્વારા પ્રાથમિક શાળા ગામ દાભવણમાં મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે દાભવણ ગ્રામ પંચાયતમાં સરપંચ રમેશ વસાવા, ભરત એસ તડવી, PHC ચિકદાના આરોગ્ય કર્મચારી, ગ્રામ્ય કોરોના રક્ષકોની અધ્યક્ષતા ગ્રામસભા યોજાઈ હતી. જેમાં NPWF સંસ્થાના અધ્યક્ષ ભરત એસ તડવી દ્વારા સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર ના લોકો માં કોરોના જાગૃતિ અંગે ની સમજણ અપાઈ હતી. સાથે સ્થાનિક વિસ્તાર માં કોરોના કાળ માં ત્રીજી લહેર ની સભાનતા અને જાગૃતિ અંગેની સમજણ સાથે 100% વેક્સિનની વિશેષ જરૂરિયાત અંગે ની સમજણ અપાઈ હતી.

આ ગ્રામ સભાના માધ્યમ થી ગ્રામ્ય નિર્માણ યોજના અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. ગાંધી જન્મ જયંતિ નિમિતે નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાખેલ આંખ તપાસ કેમ્પ માં 109 જેટલી ઓપીડી દર્દીઓ ને આંખ તપાસ કરી સારવાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...