તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચમાં પંચાયતોની ચૂંટણીમાં 9.30 લાખ મતદારો તથા પાલિકાઓ માટે 2.64 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તે માટે વહીવટી -પોલીસ તંત્ર સજજ બન્યું છે. ઉલ્લેખનિય છે કે, ગત પંચાયતોની ચૂંટણીમાં કુલ 8.22 લાખ મતદારો નોંધાયાં હતાં. જેની સામે આ વર્ષે નવા 1.07 લાખ એટલે કે 13 ટકા મતદારો વધ્યાં છે. જ્યારે 12 ટકા પુરૂષો અને 14 ટકા મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે.
જિલ્લા પંચાયતની 34, નવ તાલુકા પંચાયતોની 182 તથા ચાર પાલિકાની 132 બેઠકો માટે 28મીએ ચૂંટણી યોજાશે. કલેકટર ડૉ. એમ. ડી. મોડિયાે જણાવ્યું હતું કે, જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે 9.30 લાખ અને નગરપાલિકાઓ માટે 2.64 લાખ મતદારો નોંધાયેલાં છે. જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 1,116 મતદાન મથકો અને 4 નગરપાલિકાની 132 બેઠકો માટે 264 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 4.29 લાખ પુરૂષ મતદારો જ્યારે 3.93 લાખ મહિલા મતદારો નોંધાયાં હતાં. જેની સામે આવનારી ચૂંટણીમાં 12 ટકા સાથે 4.81 લાખ પુરૂષ અને 14 ટકા સાથે 4.48 લાખ મહિલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોનું સરવૈયું
તાલુકો | જિ.પં. | તા.પં. | મતદાન | કુલ મતદાર |
જંબુસર | 4 | 22 | 155 | 1,25,464 |
આમોદ | 2 | 16 | 80 | 62,581 |
ભરૂચ | 7 | 30 | 232 | 2,17,650 |
વાગરા | 3 | 18 | 93 | 70,953 |
અંકલેશ્વર | 6 | 26 | 165 | 1,57,207 |
હાંસોટ | 2 | 16 | 65 | 48,003 |
ઝઘડિયા | 4 | 22 | 148 | 1,14,217 |
વાલિયા | 3 | 16 | 89 | 65,718 |
નેત્રંગ | 3 | 16 | 89 | 68,578 |
કુલ | 34 | 182 | 1,116 | 9,30,372 |
પંચાયત | 2015ના મતદારો | 2021ના મતદારો |
જંબુસર | 1,14,160 | 1,25,464 |
આમોદ | 57,194 | 62,581 |
ભરૂચ | 1,86,407 | 2,17,650 |
વાગરા | 61,761 | 70,953 |
અંકલેશ્વર | 1,35,736 | 1,57,207 |
હાંસોટ | 45,038 | 48,003 |
ઝઘડિયા | 1,02,140 | 1,14,217 |
વાલિયા | 59,380 | 65,718 |
નેત્રંગ | 60,880 | 68,578 |
કુલ | 8,22,696 | 9,30,372 |
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.