તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધજાગરા:કલેક્ટર કચેરીના 10 કર્મીની એક જ ઇકો કારમાં મુસાફરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કચેરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • કારમાંથી મુસાફરોને ઉતારતા હોવાનો વીડિયો વાઇરલ

જિલ્લાની કલેક્ટર કચેરીના પટાંગણમાં ઇકો કારમાંથી સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોક ચર્ચાનો વિષય બન્યો છે.એક તરફ સરકાર કોરોના મહામારીથી બચવા લોકોને સોશ્યલ ડિસ્ટન્ટ અને સાવચેતી રાખવા જાહેરાતો કરી રહી છે. ત્યારે ભરૂચ કલેકટર કચેરીનો સ્ટાફ એક જ ઈકો ગાડીમાં ગીચોગીચ બેસીને આવતા લોકોને કચેરી સંકુલમાં ઉતારવામાં આવી રહ્યા હતા.

તે દરમ્યાન કોઈ વ્યક્તિએ ગાડીમાંથી ઉતરી રહેલા કર્મીઓનો વીડિયો ઉતારી લીધો હતો.જેમાં ઈકો ગાડીમાં 7 મુસાફરોની બેઠકવાળી ગાડીમાં 10થી વધુ લોકોને ગીચોગીચ બેસાડી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો સરકારી કર્મચારીઓ જ સોશ્યલ ડીસ્ટન્ટનું પાલન નહીં કરતા હોય તો સામાન્ય વ્યક્તિનું શું કહી શકાય.ત્યારે આમાંથી કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેનાથી અન્ય લોકો ભોગ બનાવી શકે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો