તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચૂંટણી:17 પૈકી 10 બિનહરીફ,7 હોદ્દા માટે 10 ઉમેદવારો વચ્ચે જંગ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા પ્રા.શિ.સંઘની 27મીએ ચૂંટણી

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના 17 હોદ્દાઓ માટે ચુંટણી પ્રક્રિયા શરૂ થઇ હતી. જોકે 10 હોદ્દાઓના દાવેદારો બિનહરિફ ચુંટાયા છે. જ્યારે 7 હોદ્દાઓ માટે 10 પ્રતિનિધિઓ માટે 27 સપ્ટેમ્બરે જંગ જામશે. બુધવારે ભરૂચના બીઆરસી ભવન સંઘના હોદ્દેદારો અને ઉમેદવારોએ સમાધાન પંચની બેઠક કરી હતી. જેમાં 4 ફોર્મ ખેંચાયા હતા. પ્રમુખના હોદ્દા માટે બચુ વસાવા અને કિશોર વસાવાએ પ્રતિનિધિએ ઉમેદવારી નોંધાવી છે.

જેથી હવે 27 સપ્ટેમ્બરે અન્ય ઉપપ્રમુખના 4 પદો માટે 5 અને આંતરિક ઓડિટરના 2 હોદ્દાઓ માટે 3 ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મંગળવારે ફોર્મ ખેચવાના અંતિમ દિવસે 29 ઉમેદવારો હતા જોકે ફોર્મ ખેંચવાના હવે 10 ઉમેદવારો વચ્ચે ચુંટણી થશે. ભરૂચ જિલ્લાના 238 ઉમેદવારો માટે ત્રણ ચુંટણી કેન્દ્રો ઉભા કરાયા છે. જ્યા શિક્ષકોના પ્રિતિનિધિઓ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદાન કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો