તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરાયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા,નેત્રંગ,અવિધા,હાંસોટ, વાગરા CHC ખાતે વેક્સીન અપાશે
  • આજે ગુરૂવારે સવારથી18થી 44 વયના લોકોનું વેક્સીનેસન કરાશે

કોવિડ-19 પ્રતિરોધક રસીકરણ અભિયાનનો દેશ વ્યાપી પ્રારંભ કરાયેલો છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 10 રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.ત્યાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સેલ્ફ રજિસ્ટ્રેશન ઓનલાઇન COWIN પોર્ટલની વેબસાઇટ https://selfregistration.cowin.gov.in ઉપર કરાવ્યું હોય તેઓનું રસીકરણ કરાય રહ્યુ છે.જયારે બુધવારે ભરૂચ જિલ્લામાં અન્ય નવા સ્થળોએ પણ રસી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં ભરૂચમાં મોઢેશ્વરી હોલ, ભોલાવ પ્રાથમિક શાળા,આમોદમાં બી.આર.સી. ભવન ખાતે તેમજ જંબુસરમાં સરસ્વતિ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે જ્યારે અંકલેશ્વરમાં નોબરીયા સ્કુલ, વાલીયા CHC, નેત્રંગ CHC, ઝઘડિયાના અવિધા ખાતે CHC, હાંસોટ CHC, વાગરા CHC ઉપર રસી મૂકવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, રસીકરણ સ્થળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવશે નહિ. જેથી ઉપરોક્ત કોવિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...