• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 10 Inches Of Rain In 32 Hours In Wagra, 7 7 Inches In Bharuch Zaghadiya In The District, Schools And Colleges Will Be Closed On Wednesday Following The Forecast

ભરૂચમાં મુશળધાર વરસાદ:જિલ્લામાં 32 કલાકમાં વાગરામાં 10 ઈંચ, ભરૂચ- ઝઘડિયામાં 7-7 ઈંચ વરસાદ, આગાહીના પગલે બુધવારે શાળા-કોલેજો બંધ રહેશે

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુના ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

રૂચ જિલ્લામાં મંગળવારે સાંજે 4 કલાક સુધીમાં વીતેલા 32 કલાકમાં આભમાંથી વરસેલી આફતે જનજીવનને ડામાડોળ કરી દીધુ છે.મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વાગરામાં 10.5 ઇંચ, ભરૂચ અને ઝઘડિયામાં 7 ઇંચ, નેત્રંગમાં 6 ઇંચ, અંકલેશ્વર અને વાલિયામાં સાડા ચાર ઇંચ વરસાદે લોકોના હાલ બેહાલ કરી દીધા છે.અન્ય તાલુકામાં હાંસોટમાં 3 ઇંચ, આમોદ અઢી ઇંચ, જંબુસરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. રેડ એલર્ટ અને અતિવૃષ્ટિની આ પરિસ્થિતિમાં જિલ્લા માટે અંકલેશ્વર ખાતે 2 એસ.ડી.આર.એફ. ની ટીમ ખડકી દેવાઈ છે.ભરૂચ શહેરમાં ફુરજા, ધોળીકોઈ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં તો જાણે ધોધ વહેતો હોય તેવા ખુલ્લી ગટરો વચ્ચે વહેતા વરસાદી પાણીથી નજારો સર્જાયો હતો.જિલ્લામાં ઠેર ઠેર માર્ગો પાણીમાં ગરકાવ સાથે વ્યાપક ધોવાણ અને ખાના ખરાબી મેઘરાજા સર્જી રહયા છે.જયારે નબીપુર ખાતે પણ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વરસાદી વાતાવરણ વચ્ચે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટેટ હાઇવેને પણ અસર
ભરુચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ભરુચ જીલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો છેલ્લા 24 કલાકથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભરુચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહયો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વર – હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે ઉપર પણ આજે સવારે પાણી ભરાઈ ગયા હતા. કડકીયા કોલેજ નજીક સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાતા વાહનોના આવન જાવન ઉપર તેની અસર વર્તાઇ હતી. નાના વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સાવચેતોના ભાગરૂપે તંત્ર દ્વારા પણ સલામતીના પગલાં ભરવામાં આવ્યા હતા.તો અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારો સ્થળ પર દોડી આવ્યા હતા અને નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી જયારે આમલાખાડીનું જળસ્તર વધતા પીરામણથી વાલિયા ચોકડીને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ભરુચ જીલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે શૈક્ષણિકકાર્ય બંધ રહેશે
ભરુચ જીલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ જારી કરવામાં આવ્યા છે. ભરુચ જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા તા. 12 અને 13 જુલાઇના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે દરેક શાળાઓને તાકીદ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને તમામ શાળા કોલેજોને 12 અને 13 જુલાઇના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે બુધવારના રોજ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કારી બંધ રહેશે શાળાના સ્ટાફે શાળામાં હાજરી આપવાની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર વધીને 19.75 ફૂટે આંબી ગયા
​​​​​​​
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર વધીને 19.75 ફૂટે આંબી ગયા છે. સોમવાર સુધી ગોલ્ડનબ્રિજની સપાટી 17 ફૂટ હતી. જેમાં 24 કલાકમાં જ પોણા ત્રણ ફૂટનો વધારો થયો છે.ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર વધવા પાછળ પૂનમની ભરતી, કરજણ ડેમમાંથી છોડાતો વિપુલ જથ્થો અને અતિ ભારે વરસાદ કારણભૂત છે.હાલ નર્મદા નદી ભરૂચ અને અંકલેશ્વરના બન્ને છેડાને સ્પર્શી બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે નહિ જવા તાકીદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નીગ લેવલ 22 ફૂટ જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. હાલ તો બુધવારે પૂનમ ને લઈ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી વોર્નિંગ લેવલને સ્પર્શે તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...