તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાહેરનામાનો ભંગ:ભરૂચ કલેક્ટર કચેરીના 10 કર્મચારીએ એક સાથે ઇકો કારમાં મુસાફરી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા, વીડિયો વાઇરલ

ભરૂચ3 દિવસ પહેલા
ઇકો કારમાંથી ઉતરેલા ભરૂચ કલેક્ટર કચેરીના કર્મચારીઓ
  • સામાન્ય માણસો સામે જાહેરમાના ભંગનો ગુનો નોંધતી પોલીસે કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો નથી
  • સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગનો વીડિયો વાઇરલ થતાં કલેક્ટર કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો

કોરોના મહામારી વચ્ચે ભરૂચ કલેક્ટર કચેરીના સ્ટાફે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા છે. ઇકો કારમાં ભરૂચ કલેક્ટર કચેરીના 10 કર્મચારીએ એક સાથે મુસાફરી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ભરૂચ કલેક્ટર કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા
એક તરફ સરકાર અને તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. માસ્ક ન પહેરનારને 1 હજાર રૂપિયાનો દંડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનારા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વારા જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવ્યો છે. જેને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતા સેવાઇ રહી છે.

ઇકો કારમાં બેઠેલો કર્મચારી
ઇકો કારમાં બેઠેલો કર્મચારી

ઇકો કાર પર કલેક્ટર ઓફિસ ભરૂચ લખ્યુ હતું
10 જેટલા કર્મચારીઓ જે ઇકો કારમાં કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા, તે ઇકો કાર ઉપર કલેક્ટર ઓફિસ ભરૂચ લખ્યુ હતું, જેના પરથી સાબિત થાય છે કે, તમામ કર્મચારીઓ ભરૂચ કલેક્ટર કચેરીના હતા.

ઇકો કાર પર કલેક્ટર ઓફિસ ભરૂચ લખેલુ દેખાય છે
ઇકો કાર પર કલેક્ટર ઓફિસ ભરૂચ લખેલુ દેખાય છે

સામાન્ય લોકો સામે ગુનો નોંધતી પોલીસ સરકારી બાબુઓ સામે ફરિયાદ નોંધશે ખરી?
કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની બાબતને લઇને પોલીસ એલર્ટ છે અને સામાન્ય જનતા સામે પોલીસ જાહેરનામા ભંગના ગુનાઓ નોંધે છે, જોકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના 10 સરકારી કર્મચારીઓએ એક સાથે ઇકો કારમાં બેસવાના મામલે હજી સુધી કોઇ ગુનો નોંધાયો નથી. તો શું પોલીસે કે કલેક્ટર કચેરી દ્વારા આ મામલે કોઇ ગુનો નોંધાશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે.

ઇકો કારમાંથી ઉતરેલા કર્મચારીઓ
ઇકો કારમાંથી ઉતરેલા કર્મચારીઓ
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો