સહાય:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 10 બાળકોને સહાય મળશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ગરીબોના બેલી કાર્યક્રમ હેઠળ ગેસ કનેક્શન અપાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ શહેર ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓ જેવી કે સરકારની “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ શહેરના 270 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ જોડાણ પૂરું પાડવામાં આવ્યું હતું.કોરોના કપરાકાળમાં નિરાધાર પામેલા શહેરના 10 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે 30 ગેસ કીટનું વિતરણ પણ મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ બહેનોએ ધુમાડામાં રહેવું ન પડે અને વાયુ પ્રદુષણથી મુક્ત કરવા તથા બહેનોના સ્વાસ્થ્ય પર ઇંધણના ધુમાડાની વિપરીત અસરો ટાળવાના ઉમદા લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”શરુ કરાઈ હોવાનું જણાવ્યું હતું.સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ફેજ -2 હેઠળ આઝાદીકા અમૃત મહોત્સવ; અંતર્ગત જિલ્લાના જુદા જુદા તાલુકામાં 13220 વ્યક્તિગત સોકપીટ, સામુહિક સોકપિટ 2644, વ્યક્તિગત શૌચાલય 2050 નો લાભ ગામના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર જે.ડી.પટેલ, ડી.આર.ડી.એના નિયામક સી.વી.લત્તા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...