તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:અંક્લેશ્વરમાં 1 ઇંચ વરસાદ, અન્ય તાલુકાઓમાં ઝરમર

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહમાં જિલ્લામાં સારા વરસાદની વકી
  • ભરૂચ શહેરમાં રાત્રીના સમયે જોરદાર ઝાપટાં

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે. જિલ્લામાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે સોમવારે અંક્લેશ્વરમાં 22 મીમી, હાંસોટમાં 14 મીમી તેમજ જંબુસરમાં 1 મી મી વરસાદ નોંધાયો હતો. નથી. વાલિયા, નેત્રંગ, જંબુસર અન્ય તાલુકાઓમાં પણ એકંદરે સામાન્ય વરસાદી માહોલ જણાઇ રહ્યો છે. ભરૂચમાં સોમવારે પણ દિવસભર વાતાવરણ કોરૂ રહ્યાં બાદ બપોર બાદ ઝરમરીયો વરસાદ રહ્યો હતો.

જોકે બાદમાં રાત્રીના સમયે જોરદાર ઝાપટું પડી જતાં દિવસભરના ઉકળાટમાંથી રાહત સાંપડી હતી.રાત્રે 8 વાગ્યાના અરસામાં સામાન્ય ઝરમરિયો વરસાદ પડી જતાં પંથકમાં ઠંડક પ્રસરી હતી. મેઘરાજાની જિલ્લામાં હજી હેલી લાગી ન હોવાને કારણે ખેડૂતો પણ મુંજવણમાં મુકાયાં છે. સામાન્યત: વરસાદી માહોલ જામ્યાં બાદ જમીનમાં 4થી 5 ઇંચ નીચે પાણી ઉતર્યાં બાદ ખેડૂતો વાવણી કરતાં હોય છે. આ વર્ષે હજી જોઇએ તેવી મેઘ મહેર થઇ ન હોવાને વાવણી કરવા માટે ખેડૂતો વિમાસણમાં મુકાયાં છે.

અન્ય સમાચારો પણ છે...