તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં રાત્રિના સમયે 1-1 ઇંચ વરસાદ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં માત્ર વાગરા તાલુકો કોરો રહ્યો અન્ય તાલુકામાં વરસાદ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા

ભરૂચ જિલ્લામાં આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મંગળવાર જિલ્લામાં એક પણ તાલુકામાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. જોકે, રાત્રીના સમયે જિલ્લામાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના અંતિમ ચરણમાં પણ હજી પુરતો વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં આજે મંગળવારે પણ દિવસ દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદની હાજરી નોંધાઇ ન હતી. જોકે, રાત્રીના સમયે જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે માત્ર વાગરા તાલુકો કોરો રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં માત્ર સામાન્ય ઝરમર જ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સામાન્યતઃ જુલાઈ મહિનામાં ખેતી લાયક વરસાદ વરસતો હોય હવે આગામી દિવસોમાં આકાશમાંથી કાચુ સોનું વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

વરસાદના આંકડા(મીમીમાં)
તાલુકોવરસાદ
ભરૂચ30
અંકલેશ્વર28
વાલિયા23
હાંસોટ19
ઝઘડિયા3
નેત્રંગ2
જંબુસર1
આમોદ1
અન્ય સમાચારો પણ છે...